عَنْ مُعَاذَةَ قَالَتْ:
سَأَلْتُ عَائِشَةَ، فَقُلْتُ: مَا بَالُ الْحَائِضِ تَقْضِي الصَّوْمَ، وَلَا تَقْضِي الصَّلَاةَ؟ فَقَالَتْ: أَحَرُورِيَّةٌ أَنْتِ؟ قُلْتُ: لَسْتُ بِحَرُورِيَّةٍ، وَلَكِنِّي أَسْأَلُ. قَالَتْ: كَانَ يُصِيبُنَا ذَلِكَ، فَنُؤْمَرُ بِقَضَاءِ الصَّوْمِ، وَلَا نُؤْمَرُ بِقَضَاءِ الصَّلَاةِ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 335]
المزيــد ...
મુઆઝહ કહે છે:
મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે શું વાત છે માસિક વાળી સ્ત્રી રોઝાની કઝા તો કરે છે પરંતુ નમાઝની કઝા નથી કરતી? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: શું તું હરૂરિય્યહ છે? મેં કહ્યું: હું હરૂરિય્યહ નથી, પરંતુ હું ફક્ત સવાલ કરી રહી છું, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જ્યારે અમને માસિક આવતું તો અમને રોઝાની કઝા કરવાનો આદેશ આપવામાં આવતો, નમાઝની કઝા કરવાનો આદેશ આપવામાં ન આવતો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 335]
મુઆઝહ અદવીએ આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે શું વાત છે માસિકવાળી સ્ત્રીઓને રોઝાની કઝા કરવાનો આદેશ છે, જ્યારે કે નમાઝની કઝા તેમના પર નથી? આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: શું તું ખવારિજ (એક પથભ્રષ્ટ સમુદાય) માંથી હરુરિય્યહ સ્ત્રી છે, જેઓ દીનમાં સખતી અને અતિરેક કરવા બાબતે ઘણા સવાલ કરતા હોય છે? મેં કહ્યું: હું હરૂરિય્યહ નથી, પરંતુ સવાલ કરી રહી છું, આયશા રઝી અલ્લાહુ અન્હ એ કહ્યું: અમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં માસિક આવતું ,તો આપ અમને ફક્ત રોઝાની કઝા કરવાનો આદેશ આપતા, નમાઝની કઝાનો આદેશ આપતા ન હતા.