+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضي الله عنها أَنَّهَا قَالَتْ:
إِنَّ أُمَّ حَبِيبَةَ بِنْتَ جَحْشٍ الَّتِي كَانَتْ تَحْتَ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ شَكَتْ إِلَى رَسُولِ اللهِ صلى الله عليه وسلم الدَّمَ، فَقَالَ لَهَا: «امْكُثِي قَدْرَ مَا كَانَتْ تَحْبِسُكِ حَيْضَتُكِ، ثُمَّ اغْتَسِلِي». فَكَانَتْ تَغْتَسِلُ عِنْدَ كُلِّ صَلَاةٍ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 334]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા જે અબ્દુર રહમાન બિન ઔફ રઝી અલ્લાહુ અન્હુની પત્ની હતા, તેમણે નબી ﷺ પાસે (માસિક પછી પણ) સતત લોહી આવવાની ફરિયાદ કરી, તો નબી ﷺ એ તેમને કહ્યું: «તમે એટલા દિવસ નમાઝ પઢવાથી રુકી જાઓ, જેટલા દિવસ તમને તમારું હૈઝ (માસિક) નમાઝ પઢવાથી રોકતું હતું, ત્યારબાદ ગુસલ કરી લો». જેથી તે દરેક નમાઝ માટે ગુસલ કરતાં હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 334]

સમજુતી

એક સહાબીયાએ (માસિક પછી પણ) સતત લોહી આવવાની ફરિયાદ નબી ﷺ પાસે કરી, તો નબી ﷺ એ તેમને આ પ્રકારનું લોહી નીકળતા પહેલા નમાઝથી જ્યાં સુધી હૈઝ આવે ત્યાં સુધી રુકી જવાનો આદેશ આપ્યો, ફરી ગુસલ કરો અને નમાઝ પઢો, તો તે દરેક નમાઝ માટે ગુસલ કરતાં હતા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية Malagasy Oromo Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્તિહાઝહ: હૈઝના નક્કી સમયગાળા પછી સ્ત્રીને સતત આવતું લોહી.
  2. મુસ્તહાઝહવાળી સ્ત્રી પોતાને ત્યાં સુધી હૈઝવાળી સ્ત્રી સમજશે જ્યાં સુધી તેને હૈઝ આવે છે, તે પેહલા કે તેને ઇસ્તિહાઝાનું લોહી આવવા લાગે.
  3. જ્યારે તેના માસિકના નક્કી દિવસો પસાર થઈ જાય, તો તે હૈઝથી પાક ગણાશે, ભલેને તેને ઇસ્તિહાઝાનું લોહી તે સમયે આવતું હોય, પરતું તે હૈઝના કારણે ગુસલ કરશે.
  4. મુસ્તહાઝાવાળી સ્ત્રી માટે દરેક નમાઝ માટે ગુસલ કરવું જરૂરી નથી; કારણકે ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા પોતાની મહેનતથી ગુસલ કરતાં હતા, જો વાજિબ હોત તો તેને નબી ﷺ જરૂર વર્ણન કરતાં.
  5. ઇસ્તિહાઝાવાળી સ્ત્રી માટે જરૂરી છે કે તે દરેક નમાઝ માટે વઝૂ કરે; કારણકે તેને તે બીમારી કાયમી છે, અને તેનું ઉદાહરણ પણ તેના જેવુ જ છે, જેને કાયમ બીમારી રહે છે, જેમકે કોઈને સતત પેશાબના ટીપા આવવા અથવા સતત હવા નિકળવી.
  6. દીનના કાર્યોમાં જો મુશ્કેલી આવે તો તે આલિમો પાસે સવાલ કરી શકાય છે, જેમકે આ સ્ત્રી નબી ﷺ પાસે સતત લોહી નીકળવાની ફરિયાદ લઈને આવી.