عَنْ عَمْرِو بْنُ سُلَيْمٍ الأَنْصَارِيُّ قَالَ: أَشْهَدُ عَلَى أَبِي سَعِيدٍ قَالَ: أَشْهَدُ عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الغُسْلُ يَوْمَ الجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ، وَأَنْ يَسْتَنَّ، وَأَنْ يَمَسَّ طِيبًا إِنْ وَجَدَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 880]
المزيــد ...
અમ્ર બિન સુલૈમ અન્સારી કહે છે: હું તે વાતની સાક્ષી આપું છું કે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે નબી ﷺ એ કહ્યું:
«શુક્રવારના દિવસે દરેક પુખ્તવય વ્યક્તિ પર ગુસલ કરવું વાજિબ છે, અને તે મિસ્વાક (દાતણ) કરે, જો કોઈ સુગંધ તેની પાસે હોય તે પણ જરૂર લગાવે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 880]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તે દરેક વ્યક્તિ જેના પર જુમ્માની નમાઝ વાજિબ છે તેના માટે જરૂરી છે કે તે જુમ્માના દિવસે ગુસલ કરે, એવી જ રીતે દાતણ વડે પોતાના દાંત સાફ કરે, અને સારી ખુશ્બુ કે સુગંધ દ્વારા ખુશ્બૂ લગાવે.