+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى أَنْ يُسْتَنْجَى بِرَوْثٍ أَوْ عَظْمٍ، وَقَالَ: «إِنَّهُمَا لَا تُطَهِّرَانِ».

[صحيح] - [رواه الدارقطني] - [سنن الدارقطني: 152]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગોબર સને હાડકા વડે સફાઈ પ્રાપ્ત કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તેનાથી સફાઈ પ્રાપ્ત થઈ શકતી નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન-અદ-દારુલ-કુતની - 152]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શૌચ કર્યા પછી જાનવરોના હાડકા તેમજ ઢોરોના ગોબર વડે ગંદકી સાફ કરવાથી રોક્યા છે; અને કહ્યું: તે બન્ને વસ્તુ ગંદકી દૂર નથી કરી શકતી, અને ન તો તેનાથી સફાઈ પ્રાપ્ત થઇ શકે છે.

હદીષથી મળતા ફાયદા

  1. શૌચલય તથા ઇસ્તિંજાના કેટલાક આદાબનું વર્ણન.
  2. સફાઈ માટે છાણનો ઉપયોગ કરવાની મનાઈ; કારણ કે: તે અશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.
  3. સફાઈ માટે હાડકાંનો ઉપયોગ કરવાની મનાઈ. કારણ કે: તેઅશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ