+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا خَرَجَ مِنَ الغَائِطِ قَالَ: «غُفْرَانَكَ».

[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 30]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શૌચાલય માંથી બહાર નીકળતા, તો કહેતા: «ગુફ્ રાનક» અર્થાત હે અલ્લાહ! હું તારી પાસે માફી માગું છું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 30]

સમજુતી

જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શોચાલય માંથી પેશાબ અથવા હાજત પુરી કરી બહાર નીકળતા, તો કહેતા: હે અલ્લાહ! હું (તારી પાસે માફીનો) સવાલ કરું છું.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શૌચાલય માંથી બહાર નીકળી આ દુઆ પઢવી: "ગુફરાનક" મુસ્તહબ છે.
  2. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહાર પાસે દરેક સ્થિતિમાં માફી માગતા હતા.
  3. શૌચાલય માંથી હાજત પૂરી કર્યા પછી માફી માંગવાનું કારણ શું છે? તો તેના જવાબમાં નીચે વર્ણવેલ વાતો કહેવામાં આવી: અલ્લાહએ આપેલ ભવ્ય નેઅમત અને ઘણી આપેલ નેઅમતોનો શુક્ર આપણે કરવામાં ગફલત અને જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, તેને સરળતાથી બહાર કાઢવું પણ અલ્લાહની આપણા ઉપર એક ભવ્ય નેઅમત છે, અને હાજત પુરી કરતા સમયે હું અલ્લાહના ઝિક્રથી વચિંત રહ્યો, તે બદલ હું અલ્લાહ પાસે માફી માગું છું.
વધુ