عَنْ سَلْمَانَ رَضيَ اللهُ عنه قَالَ:
قَالَ لَنَا الْمُشْرِكُونَ: إِنِّي أَرَى صَاحِبَكُمْ يُعَلِّمُكُمْ حَتَّى يُعَلِّمَكُمُ الْخِرَاءَةَ، فَقَالَ: أَجَلْ، إِنَّهُ نَهَانَا أَنْ يَسْتَنْجِيَ أَحَدُنَا بِيَمِينِهِ، أَوْ يَسْتَقْبِلَ الْقِبْلَةَ، وَنَهَى عَنِ الرَّوْثِ وَالْعِظَامِ وَقَالَ: «لَا يَسْتَنْجِي أَحَدُكُمْ بِدُونِ ثَلَاثَةِ أَحْجَارٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 262]
المزيــد ...
સલમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મુશરિકોએ અમને કહ્યું: અમે જોઈએ છીએ કે તમારો નબી તમને બધી જ શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે, સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જમણા હાથ વડે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ગોબર અને હાડકાથી સફાઈ કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તમારા માંથી કોઈ ત્રણ પથ્થર કરતા ઓછા પથ્થરથી ઇસ્તિન્જા (સફાઈ) ન કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 262]
સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મુશરિકોએ અમારો મજાક કરતા અમને કહ્યું: તમારા પયગંબર તો તમને દરેક વસ્તુઓની શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે! સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, કેમ નહીં, અમને તો અમારા પયગંબર તો શૌચલયના પણ આદાબ શીખવાડે છે; તેમાંથી એક એ કે અમને જમણા હાથ વડે શૌચ કર્યા પછી અશુદ્ધતાથી બચવાનો આદેશ આપ્યો છે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ઢોરની ગંદકી જેમ કે ગોબર અને હાડકાંથી સફાઈ કરવાથી રોક્યા છે, અને ત્રણ પથ્થરોથી ઓછા પથ્થર વડે સફાઈ કરવાથી રોક્યા છે.