عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُ الْخَلَاءَ، فَأَحْمِلُ أَنَا وَغُلَامٌ نَحْوِي إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً فَيَسْتَنْجِي بِالْمَاءِ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 271]
المزيــد ...
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 271]
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે હું અને મારી વયનો જ એક બીજો છોકરો, જ્યારે આપ બાથરૂમ માટે જતા, તો અમે બન્ને આપની પાછળ જતા, અને એક લાકડી સાથે લઈ જતા, જેમાં ભાલા માફક ઉપરના ભાગમા ધારદાર ષટકોણ બનેલું હતું, તે લાકડી હાજત વખતે પડદો કરવા તેમજ નમાઝ વખતે સુતરહ (આડ) માટે કામમાં આવતી, એવી જ રીતે તેની સાથે સાથે અમે એક પાણીથી ભરેલું ચામડાનું વાસણ પણ લઈ જતા, જ્યારે આપ પોતાની હાજત પૂર્ણ કરી લેતા, તો અમારા માંથી કોઈ એક તે વાસણ આપને આપી દેતો, તો આપ તેમાંથી ઇસ્તિન્જા કરી લેતા.