+ -

عَنْ عَلِيٍّ رضي الله عنه:
أَنَّ فَاطِمَةَ رَضيَ اللهُ عنْها أَتَتِ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ تَشْكُو إِلَيْهِ مَا تَلْقَى فِي يَدِهَا مِنَ الرَّحَى، وَبَلَغَهَا أَنَّهُ جَاءَهُ رَقِيقٌ، فَلَمْ تُصَادِفْهُ، فَذَكَرَتْ ذَلِكَ لِعَائِشَةَ، فَلَمَّا جَاءَ أَخْبَرَتْهُ عَائِشَةُ، قَالَ: فَجَاءَنَا وَقَدْ أَخَذْنَا مَضَاجِعَنَا، فَذَهَبْنَا نَقُومُ، فَقَالَ: «عَلَى مَكَانِكُمَا» فَجَاءَ فَقَعَدَ بَيْنِي وَبَيْنَهَا، حَتَّى وَجَدْتُ بَرْدَ قَدَمَيْهِ عَلَى بَطْنِي، فَقَالَ: «أَلاَ أَدُلُّكُمَا عَلَى خَيْرٍ مِمَّا سَأَلْتُمَا؟ إِذَا أَخَذْتُمَا مَضَاجِعَكُمَا -أَوْ أَوَيْتُمَا إِلَى فِرَاشِكُمَا- فَسَبِّحَا ثَلاَثًا وَثَلاَثِينَ، وَاحْمَدَا ثَلاَثًا وَثَلاَثِينَ، وَكَبِّرَا أَرْبَعًا وَثَلاَثِينَ، فَهُوَ خَيْرٌ لَكُمَا مِنْ خَادِمٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5361]
المزيــد ...

અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે:
ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે ઘંટી પીસવાના કારણે પોતાના હાથમાં પડેલા છાલાં દેખાડવા માટે આવ્યા, વાસ્તવમાં તેમને જાણ કરવામાં આવી હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે કેટલાક નોકરો આવ્યા છે, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મુલાકાત ન થઈ શકી, તો તેમણે પોતાની વાત આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) સમક્ષ રજૂ કરી, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આવ્યા તો તેમણે ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) ની વાત જણાવી દીધી, અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: આ સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અમારી પાસે આવ્યા, તે સમયે અમે બંને પથારી પર પહોંચી ગયા હતા, તેમને જોઈ અમે ઊભા થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «બંને પોતપોતાની જગ્યાએ રહો», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આગળ વધ્યા અને અમારા બંનેની વચ્ચે બેસી ગયા, અહીં સુધી કે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના બંને પગની ઠંડકનો આભાસ મારા પેટ પર થયો, ત્યાર બાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું હું તમને બન્નેને તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન જાણવું જે તમે માંગી છે? જ્યારે તમે પોતાની પથારી પર જાઓ, તો તેત્રીસ વખત "સુબ્હાનલ્લાહ" કહો, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ" કહો અને ચોત્રીસ વખત "અલ્લાહુ અકબર" કહો, જે તમારા માટે સેવક કરતાં વધુ શ્રેષ્ઠ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5361]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની પુત્રી ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) ઘંટી પીસવાના કારણે હાથમાં પડેલા છાલાંની ફરિયાદ લઈને આવ્યા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે કેદીઓ લાવવામાં આવ્યા, તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે એક સેવકને લેવા માટે આવ્યા, જેથી તે ઘંટી પીસે અને તે તેની જગ્યાએ ઘરનું કામ કરે, પરંતુ તેમની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે ન થઈ શકી, અને તેમણે આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય)ને જોયા, તો તેના વિષે તેમને જણાવી દીધું, બસ જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આવ્યા તો આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જણાવ્યું કે ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એક સેવકની માંગ લઈને આવ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ફાતિમા અને અલી રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) પાસે તેમના ઘરમાં આવ્યા, અને તે બંને તે સમયે સુવા માટે પોતાની પથારી પર જતાં રહ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તે બંનેની વચ્ચે બેસી ગયા અહી સુધી કે અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના પગની ઠંડકનો આભાસ પોતાના પેટ પર કર્યો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: શું હું તમને તમે જે સેવક માંગી રહ્યા છો, તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન શીખવાડું? તે બંનેએ કહ્યું; કેમ નહીં, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: જ્યારે તમે રાત્રે પોતાની પથારી પર જાઓ તો ચોત્રીસ વખત તકબીર કહો: અર્થાત્ અલ્લાહુ અકબર, અને તેત્રીસ વખત તસ્બીહ પઢો: અર્થાત્ "સુબ્હાનલ્લાહ", અને તેત્રીસ વખત અલ્લાહના વખાણ કરી કહો: "અલ્ હમ્દુ લિલ્લાહ"; કારણકે આ ઝિક્ર તમારા બંને માટે એક સેવક કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સતત આ પવિત્ર ઝિક્ર પઢતા રહેવું જાઈઝ છે, અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) વિષે વર્ણન કરવામાં આવે છે કે તેઓએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની આ વસિયત ક્યારેય છોડી ન હતી, તેઓએ સિફ્ફીનના યુદ્ધની રાત્રે પણ આ શબ્દો પઢયા હતા.
  2. આ ઝિક્ર ફક્ત રાત્રે પઢવામાં આવે, કારણકે મુસ્લિમની રિવાયતના શબ્દો છે જેમાં મુઆઝ શોઅબહથી રિવાયત કરે છે: "જ્યારે તમે રાત્રે પથારી પર જાઓ".
  3. જ્યારે એક મુસલમાન વહેલી રાત્રે આ ઝિક્ર પઢવાનું ભૂલી જાય, તો ફરી મોડી રાત્રે યાદ આવે તો પઢી શકે છે; કારણકે અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) જેઓ હદીષને રિવાયત કરનાર છે, તેઓ કહે છે કે હું સિફ્ફીનના યુદ્ધની રાત્રે આ ઝિક્ર પઢવાનું ભૂલી ગયો હતો, તો ફજર પહેલા મને યાદ આવ્યું તો મેં આ ઝિક્ર મેં પઢી લીધા.
  4. મોહલબએ કહ્યું: આ હદીષમાં એક વ્યક્તિ તેના પરિવારને તે કાર્ય કરવા પર જોર આપે છે, જે રીતે તે પોતાની જાતને કરવા માટે જોર આપતો હોય છે, જો તેની પાસે તે કરવાની શક્તિ હોય તો, તે આખિરતને આ દુનિયા પર પ્રાથમિકતા આપે છે.
  5. ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: જે વ્યક્તિ આ ઝિક્ર કરવા પર અડગ રહેશે, તો તેને કોઈ નુકસાન નહીં પહોંચે, અને ન તો તેના માટે કોઈ મુશ્કેલી ઊભી થશે, ભલે તે થાકી જાય.
  6. ઈમામ ઐની રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: આ હદીષમાં શ્રેષ્ઠતાનો હેતુ આખિરતને લગતી બાબતો માંથી છે, અને સેવક દુનિયાને લગતી બાબતો માંથી છે, અને આખિરત શ્રેષ્ઠ અને હંમેશા રહેવવાળી છે, અથવા તેનો અર્થ એ છે કે તે ઝિક્ર દ્વારા અલ્લાહ સમક્ષ તે શક્તિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે, જે એક માનવીને વધારે કામ કરવાં પર મદદરૂપ થાય.
વધુ