عَن عبدِ اللهِ بن خُبَيب رضي الله عنه أنه قال:
خَرَجْنَا فِي لَيْلَةٍ مَطِيرَةٍ وَظُلْمَةٍ شَدِيدَةٍ، نَطْلُبُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؛ يُصَلِّي لَنَا، قَالَ: فَأَدْرَكْتُهُ، فَقَالَ: «قُلْ»، فَلَمْ أَقُلْ شَيْئًا، ثُمَّ قَالَ: «قُلْ»، فَلَمْ أَقُلْ شَيْئًا، قَالَ: «قُلْ»، فَقُلْتُ: مَا أَقُولُ؟ قَالَ: «{قُلْ هُوَ اللهُ أَحَدٌ} وَالْمُعَوِّذَتَيْنِ حِينَ تُمْسِي وَتُصْبِحُ ثَلَاثَ مَرَّاتٍ، تَكْفِيكَ مِنْ كُلِّ شَيْءٍ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 3575]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અમે એક અંધકાર રાત્રીમાં નબી ﷺ ને શોધવા નીકળ્યા, જેથી તેઓ અમને નમાઝ પઢાવે, મેં તેમને શોધી લીધા, આપ ﷺ એ કહ્યું: «કહો» મેં કઈ જવાબ ન આપ્યો, ફરી નબી ﷺ એ કહ્યું: «કહો» ફરી મેં પૂછ્યું કે શું કહું? તો નબી ﷺ એ કહ્યું: «{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3575]
મહાન સહાબી અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેઓ એક રાત્રે નબી ﷺ ને શોધવા માટે નીકળ્યા, જે અંધકાર ભરી રાત અને વરસાદી હતી, જેથી નબી ﷺ તેમને નમાઝ પઢાવે, તો તેમણે નબી ﷺ ને શોધી કાઢ્યા, તો નબી ﷺ એ તેમને કહ્યું: "કહો" અર્થાત્ પઢો, તો તેમણે કઈ ન પઢયુ, તો નબી ﷺ એ ફરી વાર કહ્યું, તો અબ્દુલ્લાહએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! હું શું પઢું? તો નબી ﷺ એ કહ્યું: સૂરે ઇખલાસ પઢો {તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને સવાર સાંજ ત્રણ વખત મુઅવિઝતૈન {સૂરે ફલક} અને {સૂરે નાસ} પઢો, જે તમારા માટે દરેક બુરાઈથી પૂરતી થઈ જસે, અને તમને દરેક બુરાઈઓથી સુરક્ષિત રાખશે.