عَنْ أُمِّ عَطِيَّةَ رَضيَ اللهُ عنها أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تُحِدُّ امْرَأَةٌ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلَاثٍ إِلَّا عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا، وَلَا تَلْبَسُ ثَوْبًا مَصْبُوغًا إِلَّا ثَوْبَ عَصْبٍ، وَلَا تَكْتَحِلُ، وَلَا تَمَسُّ طِيبًا إِلَّا إِذَا طَهُرَتْ نُبْذَةً مِنْ قُسْطٍ أَوْ أَظْفَارٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 938]
المزيــد ...
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કોઈ સ્ત્રી કોઈ મૃતક પર ત્રણ દિવસ કરતા વધુ શોક ન મનાવે, સિવાય પોતાના પતિ પર ચાર મહિના અને દસ દિવસ શોક મનાવી શકે છે, (આ દિવસોમાં) તે રંગીન કપડા ન પહેરે ફક્ત અસબ (એક પ્રકારનો અપ્રાકૃતિક યમની પોષક), અને ન તો સુરમો લગાવે ન તો સુગંધ લગાવે, પરંતુ જયારે તે માસિકથી પાક થાય, તો કુસ્ત અથવા અઝ્ફાર (બખૂરના પ્રકાર)ની સુગંધ લગાવી શકે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 938]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓને શોક મનાવવાથી રોક્યા છે અર્થાત્ સુગંધ, સુરમો લગાવવો, ઘરેણા અને સારા કપડા પહેરવાની છોડી દેવું, કોઈના પણ મૃત્યુ વખતે ભલે તે પિતા હોય, ભાઈ હોય અથવા પુત્ર હોય, ત્રણ દિવસથી વધુ શોક ન મનાવે ફક્ત પતિના શોકમાં જે ચાર મહિના અને દસ દિવસ છે, પોતાના પતિના શોકના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના રંગીન કપડા ન પહેરે ફક્ત અસબ કપડા પહેરે, એક યમની પોષક જે સીવતા પહેલા રંગવામાં આવે છે, એવી જ રીતે શણગાર માટે સુરમો પણ લગાવે, અને ન તો સુગંદ કે અત્તરનો ઉપયોગ કરે, પરંતુ જયારે તે માસિકથી પાક થાય અને ગુસલ કરે તો ત્યાર પછી કુસ્ત અથવા અઝ્ફારનો નાનો ટુકડાનો ઉપયોગ કરી શકે છે, તે બખૂરનો બે પ્રકાર છે, પરંતુ તે સુગંધ માટે ન હોય, માસિકથી પાક થયા પછી વઝૂ કરી અપ્રિય ગંધ દૂરકરવા માટે ઉપયોગ કરી શકે છે, તેને યોનિમાર્ગમાં લોહીના નિશાનને દૂર કરવા માટે ઉપયોગ કરે સુગંધ માટે નહીં.