عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا مِنْ نَبِيٍّ بَعَثَهُ اللهُ فِي أُمَّةٍ قَبْلِي إِلَّا كَانَ لَهُ مِنْ أُمَّتِهِ حَوَارِيُّونَ، وَأَصْحَابٌ يَأْخُذُونَ بِسُنَّتِهِ وَيَقْتَدُونَ بِأَمْرِهِ، ثُمَّ إِنَّهَا تَخْلُفُ مِنْ بَعْدِهِمْ خُلُوفٌ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ، وَيَفْعَلُونَ مَا لَا يُؤْمَرُونَ، فَمَنْ جَاهَدَهُمْ بِيَدِهِ فَهُوَ مُؤْمِنٌ، وَمَنْ جَاهَدَهُمْ بِلِسَانِهِ فَهُوَ مُؤْمِنٌ، وَمَنْ جَاهَدَهُمْ بِقَلْبِهِ فَهُوَ مُؤْمِنٌ، وَلَيْسَ وَرَاءَ ذَلِكَ مِنَ الْإِيمَانِ حَبَّةُ خَرْدَلٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 50]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ તેમની સુન્નત પર અમલ કરતા અને તેમના આદેશોનું અનુસરણ કરતા હતા, ત્યારબાદ તેમના પછી એવા દુષ્ટ લોકો પેદા થયા, જેઓ એવી વાતો કહેતા, જે પોતે નહતા કરતા, અને એવા કામ કરતા હતા જેનો તેમને આદેશ આપવામાં આવ્યો ન હતો, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, એ વગર અન્ય લોકોમાં રઇના દાણા જેટલું પણ ઇમાન નથી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 50]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પાછળની કોમમાં અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા તેમની સાથે તેમની કોમના મહાન, મદદ કરનાર અને જિહાદ (યુદ્ધ) કરનાર તેમજ સદાચારી લોકો હતા, તેમણે નબીઓ પછી શાસનની યોગ્ય જવાબદારી ઉઠાવી, તેઓ સુન્નત પર અમલ કરતા અને નબીએ આપેલ આદેશ પ્રમાણે ચાલતા હતા, આવા સદાચારી લોકો પછી એવા લોકો આવ્યા, જેમનામાં કંઈ જ ભલાઈ ન હતી, તેઓ એવી વાતો કરતા, જે પોતે અમલ નહતા કરતા અને જે વસ્તુનો આદેશ આપતા તેને તેઓ પોતે નહતા કરતા, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, તે સિવાય અન્ય લોકો રઇના દાણા જેટલું પણ ઇમાન ધરાવતા નથી.