પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

ઈમાનની સિત્તેરથી વધુ શાખાઓ છે, અથવા કહ્યું કે સાઈઠથી વધુ શાખાઓ છે, સૌથી શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું અને સૌથી નીચો દરજ્જો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુ દૂર કરવી
عربي અંગ્રેજી ઉર્દુ
‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે
عربي અંગ્રેજી ઉર્દુ
જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ તેમની સુન્નત પર અમલ કરતા અને તેમના આદેશોનું અનુસરણ કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે
عربي અંગ્રેજી ઉર્દુ
અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ એ કહ્યું: «શું ખરેખર તમે પોતાના દિલોમાં આ પ્રમાણે અનુભવો છો?» તેઓએ કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «આ તો સ્પષ્ટ ઈમાન છે
عربي અંગ્રેજી ઉર્દુ
ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ અલ્લાહને પોતાનો પાલનહાર, ઇસ્લામને દીન અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પોતાનો પયગંબર માની લે, તો તેણે ઈમાનની મીઠાસનો સ્વાદ ચાખી લીધો
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન