+ -

عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ رضي الله عنه أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ:
«ذَاقَ طَعْمَ الْإِيمَانِ مَنْ رَضِيَ بِاللهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ رَسُولًا».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 34]
المزيــد ...

અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહેતા સાંભળ્યા:
«જે વ્યક્તિ અલ્લાહને પોતાનો પાલનહાર, ઇસ્લામને દીન અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પોતાનો પયગંબર માની લે, તો તેણે ઈમાનની મીઠાસનો સ્વાદ ચાખી લીધો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 34]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે તે મોમિન જે પોતાના ઇમાનમાં સાચો, પોતાના દિલમાં શાંતિ અનુભવે, તો તે પોતાના દિલમાં સ્પષ્ટતા, વિશાળતા, ખુશી, મીઠાશ અલ્લાહની નિકટતાનો સ્વાદ મેળવશે, જો તે નીચેના ત્રણ કામ પર ખુશ થશે:
પહેલું: અલ્લાહના પોતાના પાલનહાર હોવા પર રાજી થઈ જવું, અને તે એ કે તેનું હૃદય અલ્લાહ તરફથી આવતા આદેશો પ્રત્યે જેમકે રોજી અને પરિસ્થિતિઓ પર સંતુષ્ટ અને સ્પષ્ટ થઈ જાય, અને તેના દિલને તેમાંથી કોઈ પણ વસ્તુ પણ વિષે શંકા અને વાંધો ન હોવો જોઈએ, અને તે દરેક વસ્તુ અલ્લાહ સિવાય કોઈને પણ પોતાનો પાલનહાર ન માને.
બીજું: ઇસ્લામના દીન હોવા પર ખુશ થઈ જાય, અને ઇસ્લામેં વર્ણવેલ દરેક આદેશો અને જરૂરી કાર્યો પર તેનું દિલ સ્પષ્ટ હોય છે, અને ઇસ્લામ સિવાય અન્ય માર્ગનો પ્રયત્ન ન કરે.
ત્રીજું : મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પયગંબર હોવા પર ખુશ થઈ જાય, જે કંઈ પણ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાલીમ લઈને આવ્યા, તેને કોઈ પણ શંકા વગર કબૂલ કરે, ફક્ત તે જ માર્ગનું અનુસરણ કરે, જે અલ્લાહના રસૂલનો હોય.

ભાષાતર: ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ હૌસા સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇમાનમાં એક મીઠાશ છે, જેનો સ્વાદ દિલ ચાખે છે, જેવી રીતે ખાવા-પીવાનો સ્વાદ મોઢામાં આવતો હોય છે.
  2. તંદુરસ્તીની સ્થિતિમાં જ શરીર ખાવાપીવાનો સ્વાદ ચાખે છે, એવી જ રીતે દિલ પણ ઇમાનનો સ્વાદ ત્યારે જ ચાખે છે, જ્યારે દિલ મનેચ્છા, અવૈદ્ય કાર્યો અને વ્યર્થ કાર્યોથી પાક હોય, ત્યારે જ દિલ ઇમાનનો સ્વાદ ચાખશે, અને જ્યારે તે બીમાર પડે છે, તો તે ઇમાનનો સ્વાદ નથી ચાખી શકે, પરંતુ તે મનેચ્છા અને ગુનાહોને યોગ્ય સમજે છે, જે તેને નષ્ટ કરી દે છે.
  3. જો કોઈ વ્યક્તિ કંઈક વસ્તુથી સંતુષ્ટ પામે તો તેના માટે તેના આદેશોનું અનુસરણ કરવું સરળ બની જાય છે, તેમાંથી કોઈ વસ્તુ તેના માટે કઠિન નથી હોતી, અને તેનું દિલ એક પ્રકારની શાંતિ અનુભવે છે, એવી જ રીતે જ્યારે મોમિનના દિલમાં ઇમાન દાખલ થઈ જાય, તો તેના માટે પોતાના પાલનહારનું અનુસરણ કરવું સરળ બની જાય છે, અને તેનું હૃદય ઈમાનનો સ્વાદ અનુભવે છે, અને તેને તેનાથી તકલીફ થતી નથી.
  4. ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ પવિત્ર અલ્લાહના પાલનહાર હોવા પર અને ઇલાહ હોવા પર ખુશ થવું, મુહમ્મદના રસૂલ હોવા અને તેમનું અનુસરણ કરવા પર ખુશ થવું અને ઇસ્લામને દીન તરીકે સ્વીકાર કરી ખુશ અને તેનું અનુસરણ કરવા પર શામેલ છે.
વધુ