+ -

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«الْإِيمَانُ بِضْعٌ وَسَبْعُونَ -أَوْ بِضْعٌ وَسِتُّونَ- شُعْبَةً، فَأَفْضَلُهَا قَوْلُ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَدْنَاهَا إِمَاطَةُ الْأَذَى عَنِ الطَّرِيقِ، وَالْحَيَاءُ شُعْبَةٌ مِنَ الْإِيمَانِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 35]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«ઈમાનની સિત્તેરથી વધુ શાખાઓ છે, અથવા કહ્યું કે સાઈઠથી વધુ શાખાઓ છે, સૌથી શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું અને સૌથી નીચો દરજ્જો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુ દૂર કરવી, અને હયા પણ ઇમાનની શાખાઓ માંથી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 35]

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે ઈમાનની ઘણી શાખાઓ અને લક્ષણો છે, જેમાં દરેક અમલ, માન્યતા (અકીદહને લગતી બાબતો) અને વાતોનો સમાવેશ થાય છે.
ઈમાનની સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું, તેનો અર્થ જાણી તેની સમજૂતી પ્રમાણે અમલ કરવો, તે એ કે અલ્લાહ જ ઇલાહ (પૂજ્ય) છે અને તે એકલો જ છે, જે ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી.
અને ઇમાનનો સૌથી નીચો દરજજો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુને દૂર કરવી છે.
પછી નબી ﷺ એ જણાવ્યું કે હયા પણ ઇમાનની શાખા માંથી છે, અને તે એ કે દરેક સુંદર આદતોને અપનાવવી આવે અને દરેક દુષ્ટ કાર્યોથી બચવું.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية Malagasy ઇટાલિયન Kanadische Übersetzung Aserbaidschanisch الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇમાનના દરજ્જા છે, તેમાંથી એક બીજા કરતા મહત્વ ધરાવે છે.
  2. ઈમાન, કોલ (વાત) અમલ અને અકીદાનું (માન્યતા ધરાવવાનું) નામ છે.
  3. અલ્લાહ તઆલાથી હયા કરવી અર્થાત્ જે કાર્યોથી તેણે રોક્યા હોય તેનાથી રુકી જવું અને જે કાર્યો કરવાનો આદેશ આપ્યો હોય તેને છોડવાથી ડરવુ.
  4. સંખ્યાનો ઉલ્લેખ કરવાનો અર્થ એ નથી કે તે તેના સુધી જ મર્યાદિત છે, પરંતુ તે મોટી સંખ્યામાં ઇમાનના કાર્યોને સૂચવે છે, કારણકે અરબના લોકો કોઈ વસ્તુ માટે સંખ્યાનો ઉલ્લેખ કરે છે, અને તેનો અર્થ એનથી કે તેના સિવાય બીજા કાર્યો ઈમાનની શાખાઓ માંથી નથી.
વધુ