عَنْ أَبِي مُوسَى رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَامَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِخَمْسِ كَلِمَاتٍ، فَقَالَ:
«إِنَّ اللهَ عَزَّ وَجَلَّ لَا يَنَامُ، وَلَا يَنْبَغِي لَهُ أَنْ يَنَامَ، يَخْفِضُ القِسْطَ وَيَرْفَعُهُ، يُرْفَعُ إِلَيْهِ عَمَلُ اللَّيْلِ قَبْلَ عَمَلِ النَّهَارِ، وَعَمَلُ النَّهَارِ قَبْلَ عَمَلِ اللَّيْلِ، حِجَابُهُ النُّورُ -وَفِي رِوَايَةٍ: النَّارُ- لَوْ كَشَفَهُ لَأَحْرَقَتْ سُبُحَاتُ وَجْهِهِ مَا انْتَهَى إِلَيْهِ بَصَرُهُ مِنْ خَلْقِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 179]
المزيــد ...
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારી વચ્ચે ઉભા રહી પાંચ વાતો પર આધારિત ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નિઃશંક અલ્લાહ તઆલા સૂતો નથી અને ન તો તેને સૂવાની જરૂર છે, તે ત્રાજવાના ઝુકાવે છે અને ઉપર ઉઠાવે છે, રાત્રે કરવામાં આવેલા સત્કાર્યો દિવસના કાર્યો પહેલા તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે અને દિવસ દરમિયાન કરવામાં આવેલ કાર્યો રાતના કાર્યો પહેલા તેની સમક્ષ રજુ કરવામાં આવે છે, તેનો પડદો પ્રકાશ છે, -એક બીજી રિવાયતમાં "નાર" શબ્દોનું વર્ણન છે-, જો તે પડદાને ખોલી નાખે, તો તેની જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તેનું દરેક સર્જન બળી જાય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 179]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉભા ઉભા પાંચ વાતો પર આધારિત પોતાના સહાબાને ખુતબો આપ્યો અને તે પાંચ વાતો નીચે મુજબ છે: પહેલી: ખરેખર સર્વશ્રેષ્ઠ અલ્લાહ સૂતો નથી. બીજી: તેને ઊંઘની પણ જરૂર નથી, તેના હમેંશા બાકી અને જીવિત રહેવાની ગુણના કારણે. ત્રીજી: ઉચ્ચ અલ્લાહ પોતાના બંદાઓના કાર્યોના વજન પ્રમાણે અને પૃથ્વી પર ઉતરતી તેમની રોજીના વજન પ્રમાણે ત્રાજવાને નીચા અને ઉંચા કરે છે, તેથી જે રોજી દરેક પ્રાણીનો હિસ્સો અને ભાગ છે, તેને સર્વોચ્ચ અલ્લાહ નીચો કરે છે અને તેને દુર્લભ બનાવે છે, અને તેને ઉંચો કરે છે અને તેને વિપુલ બનાવે છે. ચોથી: રાતના સમયે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતા દિવસ પહેલા તેમજ દિવસે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતી રાત પહેલા અલ્લાહ સમક્ષ રજૂ કરી દેવામાં આવે છે, તેથી રક્ષક ફરિશ્તાઓ દિવસની શરૂઆતમાં રાત્રિના કાર્યો સાથે ચઢે છે, અને રાત્રિની શરૂઆતમાં દિવસના કાર્યો સાથે ચઢે છે. પાંચમી: તેનો પડદો, તે મહિમાવાન હોય, જે તેને પ્રકાશ અને અગ્નિ જોવાથી રોકે, જો તે તેને દૂર કરી દે, તો તેના ચહેરાનો પ્રકાશ તેના સર્જનની દરેક વસ્તુને બાળી નાખે, તેના ચહેરાના તેજ પ્રકાશ, મહિમા અને મહાનતા છે. તકદીર: જો તે વર્ણવેલ પડદાને હટાવી દે, અને પોતાની એક ઝલક પોતાની સૃષ્ટિ સમક્ષ પ્રગટ કરે, તો તેના ચહેરાનું તેજ પ્રકાશ તેની સૃષ્ટિમાં જ્યાં પણ પહોંચે, ત્યાં બધું બાળી નાખશે, અને તે સંપૂર્ણ સર્જન આવી જશે; કારણકે તેની સીમા સંપૂર્ણ સૃષ્ટિને સમાવે છે.