عَنْ عَبْدَ اللهِ بْنِ عَمْرٍو رَضيَ اللهُ عَنْهُمَا يَقُولُ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا لَمْ تَضُرَّهُ مَعَهُ خَطِيئَةٌ، وَمَنْ مَاتَ وَهُوَ يُشْرِكُ بِهِ لَمْ يَنْفَعْهُ مَعَهُ حَسَنَةٌ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 6586]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન્ અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ અલ્લાહથી તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરાવ્યો નહીં હોય, તો તેનો કંઈ પણ પાપ તેને નુકસાન નહીં પહોંચાડે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે શિર્ક કર્યું હશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 6586]
આ હદીષમાં અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે અને તે અલ્લાહ સાથે તૌહીદની સ્થિતિમાં મુલાકાત કરશે અને અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવ્યો નહીં હોય, તો તે જન્નતી લોકો માંથી હશે, ભલેને તેના પાપોની સજા જહન્નમ કેમ ન હોય, એવી જ રીતે જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવી મૃત્યુ પામશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે, અને તેના માટે જન્નત હરામ થઈ જશે.