+ -

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ رضي الله عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَا لَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا شَيْءَ لَهُ» فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا شَيْءَ لَهُ» ثُمَّ قَالَ: «إِنَّ اللَّهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ»

[صحيح] - [رواه النسائي] - [سنن النسائي: 3140]
المزيــد ...

અબૂ ઉમામહ બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: તમે એક એવા વ્યક્તિ વિશે શું કહો છો, જે જિહાદ કરે છે અને તેના વળતરની ઈચ્છા ધરાવે છે તેમજ લોકોમાં વિખ્યાત થવાની ઈચ્છા પણ રાખે છે? તો તેને શું મળશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને કઈ પણ (સવાબ) નહીં મળે», તેણે ત્રણ વખત આ જ સવાલ કર્યો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પણ વારંવાર આ જ કહેતા રહ્યા: «તેને કઈ પણ (સવાબ) નહીં મળે», ફરી કહ્યું: «અલ્લાહ તઆલા ફક્ત તે જ અમલ કબૂલ કરે છે, જે ખાસ તેના માટે કરવામાં આવે અને તે અમલ દ્વારા અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિની ઈચ્છા રાખતો હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [An-Nasaa’i] - [સુનન્ નિસાઈ - 3140]

સમજુતી

એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી, એવા વ્યક્તિ વિષે સવાલ કર્યો, જે જિહાદ (યુદ્ધ)માં, અલ્લાહ પાસે સવાબ અને લોકો પાસે પ્રસંશા મેળવવા માટે ભાગ લે છે, તે વ્યક્તિ જાણવા ઈચ્છતો હતો કે આવા વ્યક્તિને શું સવાબ મળશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને આ જવાબ આપ્યો કે તે વ્યક્તિને કઈ પણ (સવાબ) નહીં મળે, કારણકે તેણે પોતાની નિયતમાં અલ્લાહ સાથે અન્યને પણ ભાગીદાર બનાવ્યા, તે વ્યક્તિએ પોતાનો સવાલ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ ત્રણ વખત કર્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેને ત્રણેય વખતે આ જ જવાબ આપતા તેને કઈ પણ (સવાબ) નહીં મળે, ફરી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું, અલ્લાહ પાસે કોઈ પણ અમલને કબૂલ થવાનો કાયદો વર્ણન કરી દીધો, અને તે નિયમ એ છે કે કોઈ પણ કાર્ય ફક્ત ત્યારે જ કબૂલ થશે જ્યારે તેને સંપૂર્ણ રીતે અલ્લાહ માટે અને ફક્ત તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે, અને તેમાં અન્યને ભાગીદાર ઠેહરાવામાં ન આવે.

ભાષાતર: ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ હૌસા સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ ફકત તે જ અમલ અને કાર્યને સ્વીકારે છે, જેને ફક્ત અલ્લાહ માટે અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકા પ્રમાણે કરવામાં આવે.
  2. જવાબ આપનારની એક ખૂબી તે હોવી જોઈએ કે તે સવાલ કરનારનો હેતુ જ ન સમજે પરંતુ તેમાં વધારાની વાતો પણ જણાવી દે (જેથી સંપૂર્ણ જવાબ મળી જાય).
  3. મહાન અને અગત્યની બાબત વિષે વારંવાર સવાલ કરવાની તાકીદ.
  4. સાચો મુજાહિદ તે છે, જે ફક્ત અલ્લાહના કલીમાને બુલંદ કરવા માટે જિહાદ (યુદ્ધ) કરે, તેમજ પોતાની ખાસ નિયત દ્વારા આખિરતમાં સવાબ તેમજ વળતરની આશા રાખે, અને દુનિયાની પ્રાપ્તિ માટે જિહાદ (યુદ્ધ) ન કરતો હોય.
વધુ