عن عُثْمَانَ بْنَ أَبِي الْعَاصِ رضي الله عنه:
أنه أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: يَا رَسُولَ اللهِ، إِنَّ الشَّيْطَانَ قَدْ حَالَ بَيْنِي وَبَيْنَ صَلَاتِي وَقِرَاءَتِي يَلْبِسُهَا عَلَيَّ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «ذَاكَ شَيْطَانٌ يُقَالُ لَهُ خِنْزَِبٌ، فَإِذَا أَحْسَسْتَهُ فَتَعَوَّذْ بِاللهِ مِنْهُ، وَاتْفُلْ عَلَى يَسَارِكَ ثَلَاثًا»، قَالَ: فَفَعَلْتُ ذَلِكَ فَأَذْهَبَهُ اللهُ عَنِّي.

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, તો નબી ﷺ એ કહ્યું, «તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે, સહાબીએ કહ્યું મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે, મારાથી ખુશૂઅ ગાયબ કરી દે છે, અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, શંકામાં નાખી દે છે, તો નબી ﷺ એ કહ્યું: તે શૈતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની હિફાજતમાં આવી જા અને અલ્લાહથી પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત સહેજ થું થું થુકી દે, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નમાઝમાં ખુશૂઅ અને દિલની હાજરીનું મહત્વ, અને એ કે શૈતાન નમાઝમાં શંકા અને મુંઝવણમાં નાખવાનો પ્રયત્ન કરતો હોય છે.
  2. નમાઝમાં વસ્વસો આવે તો શૈતાનથી પનાહ માંગવી મુસતહબ (જાઈઝ) છે, ત્રણ વખત ડાબી બાજુ થુંકતા.
  3. સહાબા રઝી અલ્લાહુ અન્હુમને જે કંઇ પરિસ્થિતિ તેમને આવતી અથવા મુશ્કેલીમાં સપડાય જતા તો તેઓ નબી ﷺ ને જણાવતા, જેથી નબી ﷺ તેનું સચોટ નિરાકરણ બતાવે.
  4. સહાબાઓના દિલોનું જીવન અને આખિરત પ્રત્યે તેમની ચિંતા.