عن ابن عباس رضي الله عنهما قال:
جاءَ رجُلُ إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسولَ اللهِ، إن أحدنا يجدُ في نفسِهِ -يُعرِّضُ بالشَّيءِ- لأَن يكونَ حُمَمَةً أحَبُّ إليه من أن يتكلَّم بِهِ، فقال: «اللهُ أكبرُ، اللهُ أكبرُ، الحمدُ لله الذي ردَّ كيدَه إلى الوسوسَةِ».
[صحيح] - [رواه أبو داود والنسائي في الكبرى] - [سنن أبي داود: 5112]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કર્યા કરતા અમારું રાખ બની જવું અથવા બળીને કોલ્સો બની જવું સારું રહેશે, આપ ﷺએ કહ્યું: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રારામાં રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 5112]
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને કહે છે: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કરવું ઘણી મોટી બાબત છે, એ વાત વર્ણન કરવા કરતા કોલસો બની જવું વધુ સારું રહેશે, અલ્લાહના રસૂલ ﷺ એ બે વખત અલ્લાહ તઆલાની મહાનતા વર્ણન કરી અને અલ્લાહ તઆલાની પ્રશંસા કરી કે તેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપ્યું.