عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قال:
جَاءَ نَاسٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلُوهُ: إِنَّا نَجِدُ فِي أَنْفُسِنَا مَا يَتَعَاظَمُ أَحَدُنَا أَنْ يَتَكَلَّمَ بِهِ، قَالَ: «وَقَدْ وَجَدْتُمُوهُ؟» قَالُوا: نَعَمْ، قَالَ: «ذَاكَ صَرِيحُ الْإِيمَانِ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ ના સહાબાઓ માંથી કેટલાક આપની પાસે આવ્યા અને કહ્યું: અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ એ કહ્યું: «શું ખરેખર તમે પોતાના દિલોમાં આ પ્રમાણે અનુભવો છો?» તેઓએ કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «આ તો સ્પષ્ટ ઈમાન છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

સહાબાઓ માંથી એક જૂથ આપ ﷺ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે અમે અમારા દિલોમાં ખૂબ જ મોટી વાત અનુભવીએ છીએ, જેને અમે તેની દુષ્ટતાના કારણે અમારી જબાન પર લાવી નથી શકતા, તે વિષે નબી ﷺ ને સવાલ કર્યો, આપ ﷺએ તેમને પૂછ્યું: શું ખરેખર વાત આવી જ છે? જો વાત આવી જ હોય તો જાણી લો કે આ જ તો સાચું ઈમાન અને યકીન છે, જે કઈ શૈતાન તમારા દિલોમાં નાખે છે, તેનાથી તમે લોકો પીઠ ફેરવી રહ્યા છો, અને તેને જબાન પર પણ લાવી નથી શકતા, જાણવા મળ્યું કે શૈતાને તમારા દિલો પર કાબુ નથી મેળવ્યો, તેના વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ શૈતાન જે વાતો દિલમાં નાખે છે અને તેનાથી ન રુકે તો એનો મતલબ એ થશે કે શૈતાને તેના દિલ પર કાબુ મેળવી લીધો છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શૈતાન માટે ઇમાનવાળાઓની સાથે નબળાઈનું વર્ણન કારણકે તેને ફક્ત વસ્વસાનો એક રસ્તો આપવામાં આવ્યો છે.
  2. જે કઈ વસ્વસા દિલોમાં આવે છે તેનો ઇન્કાર કરવો, એટલા માટે કે તે શૈતાન તરફથી હોય છે.
  3. શૈતાનના વસ્વસા એક મોમિનને નુકસાન નથી પહોંચાડી શકતા, એટલા માટે તરત જ દિલોમાં આવતા વસ્વસાથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ અને તેને દિલો માંથી કાઢી નાખવા જોઇએ.
  4. એક મુસલમાન માટે દીન બાબતે કોઈ મુશ્કેલ સવાલ પર ચૂપ રહેવું યોગ્ય નથી, પરંતુ જરૂરી છે કે તેના વિશે સવાલ કરી લેવામાં આવે.
વધુ