عَنْ جَابِرٍ رضي الله عنه قَالَ:
أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ فَقَالَ: يَا رَسُولَ اللهِ، مَا الْمُوجِبَتَانِ؟ فَقَالَ: «مَنْ مَاتَ لَا يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، وَمَنْ مَاتَ يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ النَّارَ»

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! વાજિબ (ફરજિયાત) થવા વાળી બે વસ્તુઓ કઈ છે, તે કઈ છે? આપ ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

એક વયક્તિએ નબી ﷺ ને બે લક્ષણો વિષે સવાલ કાર્યો, જેમાંથી એક જે જન્નતમાં દાખલ થવાનું કારણ છે અને બીજુ એ કે જે જહન્નમમાં જવાનું કારણ છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ તે સ્થિતિમાં થાય કે તે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવતો હોય તો આ કારણ તેને જન્નતમાં દાખલ કરશે, અને બીજું લક્ષણ જે જહન્નમમાં જવાનું કારણ બનશે તે એ કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હશે અથવા તે અલ્લાહના પાલનહાર હોવામાં અને તેની ઈબાદતમાં અને તે નામો અને ગુણોમાં કોઈને ભાગીદાર બનાવતો હોય.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં તૌહીદની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, જે વ્યક્તિ ઈમાનની સ્થિતિમાં મૃત્યુ પામે તે જન્નતમાં દાખલ થશે.
  2. આ હદીષમાં શિર્કથી સચેત કરવામાં આવ્યા છે, જો કોઈ શિર્કની સ્થિતિમાં મૃત્યુ પામશે તે જહન્નમમાં દાખલ થશે.
  3. તૌહીદ વાળાઓનો મામલો અલ્લાહના હાથમાં છે, જો અલ્લાહ ઈચ્છશે તો તેમણે અઝાબ આપશે અને જો ઈચ્છશે તો માફ કરી દેશે, છેવટે તેમને જન્નતમાં દાખલ કરી દે શે.
વધુ