عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ، ابْنُ جُدْعَانَ كَانَ فِي الْجَاهِلِيَّةِ يَصِلُ الرَّحِمَ، وَيُطْعِمُ الْمِسْكِينَ، فَهَلْ ذَاكَ نَافِعُهُ؟ قَالَ: «لَا يَنْفَعُهُ، إِنَّهُ لَمْ يَقُلْ يَوْمًا: رَبِّ اغْفِرْ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 214]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે:
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 214]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અબ્દુલ્લાહ બિન જુદઆન જે ઇસ્લામ પહેલા કુરૈશના સરદારો માંથી હતો, તેના સારા કાર્યો, જેવાકે: તે સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, વગેરે જેવા જેના વિષે ઇસ્લામે પ્રોત્સાહિત કર્યા છે, આ કાર્યો તેને આખિરતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે, કારણકે તે અલ્લાહની સાથે કુફ્ર કરતો હતો, અને તેને કોઈ દિવસ પણ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે.