عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ:
كُنْتُ رِدْفَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى حِمَارٍ يُقَالُ لَهُ عُفَيْرٌ، فَقَالَ: «يَا مُعَاذُ، هَلْ تَدْرِي حَقَّ اللَّهِ عَلَى عِبَادِهِ، وَمَا حَقُّ العِبَادِ عَلَى اللَّهِ؟»، قُلْتُ: اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «فَإِنَّ حَقَّ اللَّهِ عَلَى العِبَادِ أَنْ يَعْبُدُوهُ وَلا يُشْرِكُوا بِهِ شَيْئًا، وَحَقَّ العِبَادِ عَلَى اللَّهِ أَنْ لا يُعَذِّبَ مَنْ لا يُشْرِكُ بِهِ شَيْئًا»، فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ أَفَلاَ أُبَشِّرُ بِهِ النَّاسَ؟ قَالَ: «لا تُبَشِّرْهُمْ، فَيَتَّكِلُوا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2856]
المزيــد ...
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2856]
આ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના કયા કયા હકો (અધિકારો) છે અને અલ્લાહ પર તેના બંદાઓના કયા કયા હકો (અધિકારો) છે તે વર્ણન કર્યા છે, બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ ફક્ત એક અલ્લાહની જ ઈબાદત કરે તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે, અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે જે ફક્ત તેની જ ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેહરાવતો હોય તેને તે અઝાબ ન આપે. ફરી જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? જેથી તેઓ આ કૃપા વડે ખુશ થાય? તો નબી ﷺ એ તેમને આવું કરવાથી રોક્યા, તે ભયથી કે લોકો ફક્ત તેના પર જ ભરોસો ન કરી લે.