عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: يَا رَسُولَ اللهِ، مَا تَرَكْتُ حَاجَّةً وَلَا دَاجَّةً إِلَّا قَدْ أَتَيْتُ، قَالَ: «أَلَيْسَ تَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ؟» ثَلَاثَ مَرَّاتٍ. قَالَ: نَعَمْ، قَالَ: «فَإِنَّ ذَلِكَ يَأْتِي عَلَى ذَلِكَ».
[صحيح] - [رواه أبو يعلى والطبراني والضياء المقدسي] - [الأحاديث المختارة للضياء المقدسي: 1773]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?» ત્રણ વાર તે વ્યક્તિએ કહ્યું: હાં, નબી ﷺ એ કહ્યું: «તો આ તેના માટે પૂરતું થઈ જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ ઈમામ અબૂ યઅલા રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહ અને ઈમામ ઝિયા અલ્ મકદસી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [અલ્ અહાદીષિલ્ મુખ્તારતિ લિઝ્ઝીયાઇલ્ મુકદ્દ્સી - 1773]
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવી કહેવા લાગ્યો: હે અલ્લાહના રસૂલ ! મેં દરેક પ્રકારના ગુનાહ કર્યા છે, મેં કોઈ નાનો અને મોટો ગુનોહ બાકી નથી રાખ્યો, શું મને માફ કરવામાં આવશે? તો નબી ﷺ એ તે વ્યક્તિને કહ્યું: શું તું ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? અને મુહમ્મદ ﷺ તેના રસૂલ છે? અ વાત નબી ﷺ એ ત્રણ વખત કહી, તે વ્યક્તિએ જવાબ આપ્યો: હાં હું ગવાહી આપું છું, તો નબી ﷺ એ ઈમાનની બંને ગવાહીઓની મહત્ત્વતા વર્ણન કરી કે તે ગુનાહોને માફ કરી દે છે, અને તૌબા પાછલા દરેક ગુનાહોને ખત્મ કરી દે છે.