عن أَبِي حَازِمِ بْن دِينَارٍ:
أَنَّ رِجَالًا أَتَوْا سَهْلَ بْنَ سَعْدٍ السَّاعِدِيَّ، وَقَدِ امْتَرَوْا فِي الْمِنْبَرِ مِمَّ عُودُهُ، فَسَأَلُوهُ عَنْ ذَلِكَ، فَقَالَ: وَاللهِ إِنِّي لَأَعْرِفُ مِمَّا هُوَ، وَلَقَدْ رَأَيْتُهُ أَوَّلَ يَوْمٍ وُضِعَ، وَأَوَّلَ يَوْمٍ جَلَسَ عَلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَرْسَلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى فُلَانَةَ -امْرَأَةٍ من الأنصار قَدْ سَمَّاهَا سَهْلٌ-: «مُرِي غُلَامَكِ النَّجَّارَ أَنْ يَعْمَلَ لِي أَعْوَادًا أَجْلِسُ عَلَيْهِنَّ إِذَا كَلَّمْتُ النَّاسَ»، فَأَمَرَتْهُ فَعَمِلَهَا مِنْ طَرْفَاءِ الْغَابَةِ، ثُمَّ جَاءَ بِهَا، فَأَرْسَلَتْ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَمَرَ بِهَا فَوُضِعَتْ هَاهُنَا، ثُمَّ رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى عَلَيْهَا وَكَبَّرَ وَهُوَ عَلَيْهَا، ثُمَّ رَكَعَ وَهُوَ عَلَيْهَا، ثُمَّ نَزَلَ الْقَهْقَرَى، فَسَجَدَ فِي أَصْلِ الْمِنْبَرِ ثُمَّ عَادَ، فَلَمَّا فَرَغَ أَقْبَلَ عَلَى النَّاسِ فَقَالَ: «أَيُّهَا النَّاسُ، إِنَّمَا صَنَعْتُ هَذَا لِتَأْتَمُّوا وَلِتَعَلَّمُوا صَلَاتِي».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 917]
المزيــد ...
અબૂ હાઝિમ બિન દીનાર રિવાયત કરે છે:
કેટલાક લોકો સહલ બિન સઅદ પાસે આવ્યા, તેમના વચ્ચે વિવાદ હતો કે નબી ﷺ ના મિંબરની લાકડી ક્યાં ઝાડની હતી, એટલા માટે સઅદ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું, તેમણે કહ્યું: અલ્લાહની કસમ ! હું જાણું છું કે આપ ﷺ ના મિંબરની લાકડી ક્યાં ઝાડની છે, પહેલા દિવસે જ્યારે તેને મુકવામાં આવ્યું, અને જ્યારે સૌ પ્રથમ વખત આપ ﷺ બેઠા, આપ ﷺ એ અન્સારની ફલાણી સ્ત્રી પાસે જેમનું નામ સહલ નામ પણ જણાવ્યું હતું, તેણી પાસે એક વ્યક્તિને મોકલ્યા કે તેઓ પોતાના સુથાર ગુલામને કહી મારી આ લાકડી જોડી આપી, એટલા માટે કે જ્યારે મને કંઈ કહેવું હોય તો હું આના પર બેસીને કહું, તેણીએ પોતાના ગુલામને કહ્યું તો તે જંગલની ડાળીઓ માંથી બનાવી લાવ્યો, અન્સારી સ્ત્રીએ તેને આપ ﷺ પાસે મોકલી આપી,આપ ﷺ એ આ બાજુ તેને મુકવાનો આદેશ આપ્યો, મેં જોયું કે આપ ﷺ એ તેના પર નમાઝ પઢાવી અને તેના પર ઉભા ઉભા તકબીર કરી અને તેના પર રુકૂઅ કર્યો, પછી થોડાક નીચે ઉતરી મિમ્બરની નીચે ઉતરી બાજુમાં સિજદો કર્યો, અને બીજી વખત પણ આપ ﷺ એ આ પ્રમાણે જ કર્યું, નમાઝ પઢી આપ ﷺ એ સહાબા સામે ધ્યાન આપ્યું અમે કહ્યું: «હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 917]
કેટલાક લોકો સહાબા માંથી એક સહાબી પાસે આપ ﷺ ના મિંબર વિશે સવાલ કરતા આવ્યા કે તે મીંબર શાના વડે બનાવવામાં આવ્યું છે? આ બાબતે તેઓ ઝઘડો કરવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા, સહાબીએ તેમને કહ્યું કે આપ ﷺ એ એક વ્યક્તિને અન્સારી સ્ત્રી પાસે મોકલ્યો જેમનો સેવક સુથાર હતો, અને કહ્યું: તમારા સેવકને કહો કે તે મારા માટે એક મીંબર બનાવી લાવે જેથી કરીને હું લોકો સામે અગત્યની વાતચીત કરવા માટે તેના પર બેસું, સ્ત્રીએ આપ ﷺ ની વાત માની અને પોતાના સેવકને આદેશ આપ્યો, એક ખાસ પ્રકારની આમલીનું ઝાડની લાકડી વડે મીંબર બનાવવાનો આદેશ આપ્યો, જ્યારે તે બની ગયું તો તેણીએ તે મિંબર આપ ﷺ પાસે મોકલ્યું, આપ ﷺ એ મસ્જિદમાં એક જગ્યા પર મુકવાનો આદેશ આપ્યો, પછી તેના પર આપ ﷺ એ નમાઝ પઢી, તેના પર તકબીર પઢી, અને તેના પર જ રુકૂઅ કર્યો, પછી મોઢું ફેરવ્યા વગર જ મીંબર પર થી સહેજ નીચે ઉતરી, મિંબરની નીચે સિજદો કર્યો, બીજી રકઅત પણ એવી જ રીતે પઢી, નમાઝ પઢી લોકો તરફ ધ્યાન કર્યું અને કહ્યું: હે લોકો ! આવું એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝનો તરીકો શીખી લો.