عن أَبي هُرَيْرَةَ رضي الله عنه:
أنه كَانَ يُكَبِّرُ فِي كُلِّ صَلَاةٍ مِنَ الْمَكْتُوبَةِ وَغَيْرِهَا، فِي رَمَضَانَ وَغَيْرِهِ، فَيُكَبِّرُ حِينَ يَقُومُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْكَعُ، ثُمَّ يَقُولُ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، ثُمَّ يَقُولُ: رَبَّنَا وَلَكَ الْحَمْدُ، قَبْلَ أَنْ يَسْجُدَ، ثُمَّ يَقُولُ: اللهُ أَكْبَرُ حِينَ يَهْوِي سَاجِدًا، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ مِنَ السُّجُودِ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَسْجُدُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ مِنَ السُّجُودِ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَقُومُ مِنَ الْجُلُوسِ فِي الِاثْنَتَيْنِ، وَيَفْعَلُ ذَلِكَ فِي كُلِّ رَكْعَةٍ، حَتَّى يَفْرُغَ مِنَ الصَّلَاةِ، ثُمَّ يَقُولُ حِينَ يَنْصَرِفُ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ، إِنِّي لَأَقْرَبُكُمْ شَبَهًا بِصَلَاةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، إِنْ كَانَتْ هَذِهِ لَصَلَاتَهُ حَتَّى فَارَقَ الدُّنْيَا.

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું:
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દરેક નમાઝમાં તકબીર કહેતા હતા, તે નમાઝ ફર્ઝ હોય કે ન હોય, રમઝાનનો મહિનો હોય કે બીજો કોઈ મહિનો, જ્યારે તેઓ નમાઝ પઢવા ઉભા થતા તો તકબીર કહેતા, રુકૂઅમાં જતા ત્યારે તકબીર કહેતા, પછી સમિઅલ્લાહુ લિમન હમીદહ કહેતા તો તેના પછી રબ્બના લકલ્ હમ્દ્ કહેતા, સિજદો કરતા પહેલા, જ્યારે સિજદો કરવા ઝુકતા તો અલ્લાહુ અકબર કહેતા, જયારે સિજદા માંથી માંથી ઉઠાવતા ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, પછી ફરીવાર સિજદા માટે અલ્લાહુ અકબર કહેતા અને માથું ઉઠાવી અલ્લાહુ અકબર કહેતા, પછી જ્યારે બે રકઅત પઢી કઅદહ માંથી ઉભા થતા તો અલ્લાહુ અકબર કહેતા, આ પ્રમાણે દરેક નમાઝમાં કરતા, અહીં સુધી કે નમાઝ ન પઢી લેતા, પછી લોકો તરફ ધ્યાન આપતા અને કહેતા: કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધારે નમાઝમાં નબી ﷺ થી નજીક છું, પછી આપ આ પ્રમાણે જ નમાઝ પઢતા રહ્યા અહીં સુધી કે આ દુનિયાથી જતા રહ્યા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નમાઝનો સંક્ષિપ્ત તરીકો વર્ણન કરી રહ્યા છે, અને જણાવ્યું કે જ્યારે ઇમામ નમાઝ પઢાવવા ઉભો થાય તો તે તકબીરે તહરીમાં કહેશે, પછી જ્યારે રુકૂઅમાં જવાનું થાય ત્યારે અલ્લાહુ અકબર કહેશે, જ્યારે સિજદામાં જવાનું થાય ત્યારે, જ્યારે સિજદા માંથી માથું ઉઠાવે ત્યારે, ફરી બીજો સિજદો કરવા માટે અલ્લાહુ અકબર કહેશે, જ્યારે ત્રણ અથવા ચાર રકઅતની નમાઝ પઢતો હોય ત્યારે તેણે બીજી રકઅતમાં તશહ્હુદ માંથી ઉઠીને અલ્લાહુ અકબર કહેશે, પછી આ પ્રમાણે સંપૂર્ણ નમાઝ પુરી કરશે, જ્યારે રુકૂઅ માંથી ઉઠી સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તેની તેના જવાબમાં રબ્બના લકલ્ હમદ પઢતા હતા.
નમાઝ પૂર્ણ થયા પછી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ પાછળ ફરી જતા અને કહેતા: કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધુ નમાઝના તરીકા બાબતે અલ્લાહના રસૂલ ﷺ થી નજીક છું, તેઓ આ પ્રમાણે જ નમાઝ પઢતા ગયા અને દુનિયાથી ચાલ્યા ગયા.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તકબીર (અલ્લાહુ અકબર) દરેક અમલના ઝુક્યા અને ઉભા થતી વખતે કહેવામાં આવશે, ફક્ત જ્યારે રુકૂઅથી ઉભા થાય ત્યારે સમિઅલ્લાહુ લીમન હમિદહ, કહેવું.
  2. નબી ﷺ ના અનુસરણ કરવાની સહાબાઓની આતુરતા અને હદીષો યાદ કરવા બાબતે ગંભીરતા.
વધુ