عن ابنِ عَبَّاسٍ رضي الله عنهما عن النبيِّ صلى الله عليه وسلم قال:
«أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ: عَلَى الْجَبْهَةِ وَأَشَارَ بِيَدِهِ عَلَى أَنْفِهِ، وَالْيَدَيْنِ، وَالرُّكْبَتَيْنِ، وَأَطْرَافِ الْقَدَمَيْنِ، وَلَا نَكْفِتَ الثِّيَابَ وَالشَّعَرَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 812]
المزيــد ...
અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, કપાળ પર, પોતાના હાથ વડે નાક તરફ ઈશારો કર્યો, બન્ને હાથ પર, બન્ને ઘૂટણ પર, બન્ને પગની આંગળીઓ પર, અને એ કે આપણે પોતાના કપડાં ન સમેટવા જોઈએ અને પોતાના વાળ ન બાંધવા જોઈએ કરીએ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 812]
નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહએ તેમને આદેશ આપ્યો છે કે નમાઝમાં સિજદો શરીરના સાત અંગો પર કરવામાં આવે; અને તે સાત અંગો આ પ્રમાણે છે:
પહેલું: કપાળ: જે બન્ને આંખો અને નાકની ઉપર હોય છે, ત્યારબાદ નબી ﷺ એ નાક તરફ ઈશારો કર્યો, સ્પષ્ટતા કરતા કે નાક અને કપાળ સાત અંગો માંથી એક જ ગણવામાં આવશે, અને નાકને જમીન પર અડાડી દેવાની તાકીદ કરી.
બીજો અને ત્રીજો અંગ: બન્ને હાથ.
ચોથો અને પાંચમો અંગ: બન્ને ઘૂટણ.
છઠ્ઠો અને સાતમો અંગ: બન્ને પગની આંગળીઓ.
અને નબી ﷺ આપણને આદેશ આપ્યો કે આપણે સિજદો કરતી વખતે વાળ ન બાંધીએ અને ન તો કપડાં સમેટીએ, પરંતુ તેને તેની સ્થિતિમાં જ છોડી દઈએ અને સીધા જમીન પર સિજદો કરવા માટે પડીએ, અને અંગો વડે સિજદો કરીએ.