عَنِ الْبَرَاءِ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا سَجَدْتَ، فَضَعْ كَفَّيْكَ وَارْفَعْ مِرْفَقَيْكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 494]
المزيــد ...
બરાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમએ કહ્યું:
«જ્યારે તમે સિજદો કરો તો બન્ને હથેળીઓ નીચી રાખો અને બન્ને કોળીઓ ઉપર ઉઠાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 494]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમએ નમાઝમાં સિજદામાં હાથની સ્થિતિ વર્ણન કરી છે, તે એ રીતે કે બન્ને હથેળીઓને જમીન પર રાખી આંગળીઓને કિબલા તરફ કરવામાં આવે, અને બન્ને કોળીઓ અને બાજુઓને જમીન થી ઉપર રાખી ઊંચે ઉઠાવવામાં આવે.