عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ الْإِيمَانَ لَيَخْلَقُ فِي جَوْفِ أَحَدِكُمْ كَمَا يَخْلَقُ الثَّوْبُ الْخَلِقُ، فَاسْأَلُوا اللَّهَ أَنْ يُجَدِّدَ الْإِيمَانَ فِي قُلُوبِكُمْ».
[صحيح] - [رواه الحاكم والطبراني] - [المستدرك على الصحيحين: 5]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ મા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ હાકિમ રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [અલ્ મુસ્તદરક અલસ-સહીહૈન - 5]
આપ ﷺ જણાવ છે કે ઈમાન પણ મુસલમાનના દિલમાં જૂનું અને કમજોર થઈ જાય છે, જેવી રીતે કે એક નવા કપડાંના વારંવાર ઉપયોગથી તે જૂનું અને નબળું પડી જાય છે; તેનું કારણ એ છે કે માનવી ઈબાદતમાં આળસ કરવા લાગે છે, અથવા ગુનાહો કરે છે અને મનેચ્છાઓમાં મગન રહેછે. આપ ﷺ એ માર્ગદર્શન આપ્યું કે પોતાના ઈમાનના નવીકરણ માટે અલ્લાહ પાસે દુઆ કરતા રહો, તેમજ પોતાના ઈમાનને વધારે નમાઝ પઢી વધુ ઝીકર વડે અને ઇસ્તિગફાર કરી વધારો કરવો જોઈએ.