عَنِ ابْنِ عُمَرَ رضي الله عنهما عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«مَثَلُ الْمُنَافِقِ، كَمَثَلِ الشَّاةِ الْعَائِرَةِ بَيْنَ الْغَنَمَيْنِ تَعِيرُ إِلَى هَذِهِ مَرَّةً وَإِلَى هَذِهِ مَرَّةً».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું:
«મુનાફિકનું ઉદાહરણ તે બકરી જેવું છે જે બકરીઓના બે ટોળાં વચ્ચે ચાલી રહી હોય, ક્યારેક તે દોડી એક તરફ જતી હોય છે તો ક્યારેક બીજા તરફ».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ મુનાફિકનું ઉદાહરણ એક બકરી દ્વારા આપ્યું છે, જે નક્કી નથી કરી શકતી કે તેણે બકારીઓના બે ટોળાં માંથી ક્યાં ટોળાંનું અનુસરણ કરવાનું છે, ક્યારેક તે એક ટોળાં તરફ જતી હોય છે તો ક્યારેક તે બીજા ટોળાં પાસે જતી હોય છે, એવી જ રીતે મુનાફિક લોકો ઈમાન અને કુફ્ર વચ્ચે મુંઝવણમાં હોય છે, તેથી તેઓ જાહેરમાં અને બાતેનમાં ન તો મોમિનો સાથે હોય છે અને ન તો કાફિરો સાથે, પરંતુ જોવા જઈએ તો ખરેખર જાહેરમાં તો તેઓ મોમિનો સાથે હોય છે પરંતુ આંતરિક રીતે મુંઝવણમાં હોય છે, એટલા માટે ક્યારેક તેઓ આ બાજુ ફરતા હોય છે તો ક્યારેક બીજી બાજુ ફરતા હોય છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આપ ﷺ નો તરીકો કે આપ અર્થ સમજાવવા માટે ક્યારેક ઉદાહરણો આપી સમજાવતા હતા.
  2. મુનાફિક લોકોની સ્થિતિ કે તેઓ મુંઝવણ તેમજ શંકામાં પડેલા હોય છે, અને તેઓ અડગ નથી રહેતા.
  3. મુનાફિકની સ્થિતિથી બચવું જોઈએ અને ઈમાન પ્રત્યે જાહેર તેમજ બાતેન બંને રીતે સાચા અને મજબૂત હોવું જોઈએ.
વધુ