عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: لَأُحَدِّثَنَّكُمْ حَدِيثًا سَمِعْتُهُ مِنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لاَ يُحَدِّثُكُمْ بِهِ أَحَدٌ غَيْرِي: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يُرْفَعَ العِلْمُ، وَيَكْثُرَ الجَهْلُ، وَيَكْثُرَ الزِّنَا، وَيَكْثُرَ شُرْبُ الخَمْرِ، وَيَقِلَّ الرِّجَالُ، وَيَكْثُرَ النِّسَاءُ حَتَّى يَكُونَ لِخَمْسِينَ امْرَأَةً القَيِّمُ الوَاحِدُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5231]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું તમને એક એવી હદીષ વર્ણન કરવા જઈ રહ્યો છું જે હદીષ મેં આપ ﷺ પાસેથી સાંભળી અને મારા સિવાય કોઈની પાસેથી તમને આ હદીષ સાંભળવા નહીં મળે, મેં આપ ﷺ ને કહેતા સાંભળ્યા:
«કયામતની નિશાનીઓ માંથી એ પણ કે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અજ્ઞાનતા ફેલાય જશે, વ્યભિચાર સામાન્ય થઈ જશે, દારુ લોકો વધારે પીવા લાગશે, પુરુષ ઓછા થઈ જશે અને સ્ત્રીઓની સંખ્યા વધી જશે, પરિસ્થિતિ એવી થઈ જશે કે પચાસ પચાસ સ્ત્રીઓની સંભાળ રાખનાર ફક્ત એક જ વ્યક્તિ હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5231]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે કયામતની નજીક તેની નિશાનીઓ માંથી એક એ પણ કે દીનનું ઇલ્મ અર્થાત્ શરીઅત (કુરઆન અને હદીષ) નું ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અને તે એક આલિમના મૃત્યુ દ્વારા, જેના પરિણામ રૂપે અજ્ઞાનતા ફેલાય જશે, વ્યભિચાર અને શરાબ (દારૂ) પીવું સામાન્ય થઈ જશે, પુરુષો ઓછા અને સ્ત્રીઓની સંખ્યા વધી જશે, અહીં સુધી કે પચાસ સ્ત્રીઓ વચ્ચે ફક્ત એક જ પુરુષ તેમની સંભાળ રાખનાર અને તેમની દેખરેખ કરનારો હશે.