عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ تَقُومُ السَّاعَةُ حَتَّى يَمُرَّ الرَّجُلُ بِقَبْرِ الرَّجُلِ فَيَقُولُ: يَا لَيْتَنِي مَكَانَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7115]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કબર પાસેથી પસાર થશે, અને કહશે: કાશ ! હું તેની જગ્યાએ હોત».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 7115]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી એક વ્યક્તિ કબર પાસેથી પસાર થશે અને ઈચ્છા કરશે કે તે મૃતકની જગ્યાએ હોય, અને તેનું કારણ એ કે તેને પોતાનો દીન ખરાબ થઈ જવાનો અને દુશ્મનોના હાવી થઈ જવાનો ભય હશે, તેમજ ફિતના અને અન્ય પ્રકારની બુરાઈઓ જાહેર થવાના કારણે.