હદીષો માટે સૂચિ

તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની સુરક્ષાની બાંયધરી આપે, તો હું તેને જન્નતની બાંયધરી આપું છું
عربي الإنجليزية الأوردية
જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ
عربي الإنجليزية الأوردية
જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે
عربي الإنجليزية الأوردية
આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક
عربي الإنجليزية الأوردية
જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા
عربي الإنجليزية الأوردية
કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, જેના કારણે તેના પેટના આંતરડા બહાર આવી જશે, અને તે તેને લઈ એવી રીતે ચક્કર લગાવતો હશે જેવી રીતે એક ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવે છે
عربي الإنجليزية الأوردية
આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો
عربي الإنجليزية الأوردية
કયામતના દિવસે, જે વ્યક્તિને સૌથી નાનો અઝાબ આપવામાં આવશે તે એ કે તેને આગના ચપ્પલ પહેરાવવામાં આવશે, જેનાથી તેનું દિમાગ ઉકળવા લાગશે, જે રીતે એક દેગચી ઊકળે છે, તે એવું સમજશે કે સૌથી મોટો અઝાબ તેને આપવામાં આવી રહ્યો છે, વાસ્તવમાં તે સૌથી નાનો અઝાબ હશે
عربي الإنجليزية الأوردية
જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ
عربي الإنجليزية الأوردية
અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી
عربي الإنجليزية الأوردية
જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી?
عربي الإنجليزية الأوردية
જહન્નમી લોકોના બે પ્રકાર છે, જેઓને મેં જોયા નથી, એક પ્રકાર તો તે લોકો, જેમની પાસે બળદની પૂછડીઓ માફક ચાબુક હશે, જેના દ્વારા તો લોકોને મારતા હશે, અને બીજો પ્રકાર તે સ્ત્રીઓને છે, જે કપડાં પહેર્યા હોવા છતાંય નગ્ન હશે, જે પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરતી હશે અને તે પણ તેમની તરફ આકર્ષિત થશે
عربي الإنجليزية الأوردية
હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો
عربي الإنجليزية الأوردية
કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે
عربي الإنجليزية الأوردية
તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે
عربي الإنجليزية الأوردية
મારી સમક્ષ જન્નત અને જહન્નમ રજૂ કરવામાં આવી, આજ પહેલા મેં આ પ્રકારની ભલાઈ અને બુરાઈ નથી જોય, જો તમે તે વાતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસતા અને રડતા વધારે
عربي الإنجليزية الأوردية
ખરેખર જન્નતમાં એક એવું વૃક્ષ છે કે એક જડપી ઘોડેસવાર સો વર્ષ સુધી પણ ચાલતો રહેશે તો પણ તેને પાર નહીં કરી શકે
عربي الإنجليزية الأوردية
ખરેખર જન્નતમાં એક બજાર છે, જ્યાં જન્નતીઓ દર શુક્રવારે જશે
عربي الإنجليزية الأوردية
હે અબૂ સઇદ! જે વ્યક્તિ અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન હોવા પર ખુશ થઈ જાય, તો તેના માટે જન્નત વાજિબ થઈ ગઈ
عربي الإنجليزية الأوردية
તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે અને તેની સાથે તેના જેટલી બીજી ઈચ્છાઓ પણ પુરી કરવામાં આવશે
عربي الإنجليزية الأوردية
જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ હશે, જેમની તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે
عربي الإنجليزية الأوردية
અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે
عربي الإنجليزية الأوردية
સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે
عربي الإنجليزية الإندونيسية