عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه قَالَ: خَرَجَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي أَضْحَى أَوْ فِطْرٍ إِلَى المُصَلَّى، فَمَرَّ عَلَى النِّسَاءِ، فَقَالَ:
«يَا مَعْشَرَ النِّسَاءِ، تَصَدَّقْنَ، فَإِنِّي أُرِيتُكُنَّ أَكْثَرَ أَهْلِ النَّارِ» فَقُلْنَ: وَبِمَ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «تُكْثِرْنَ اللَّعْنَ، وَتَكْفُرْنَ العَشِيرَ، مَا رَأَيْتُ مِنْ نَاقِصَاتِ عَقْلٍ وَدِينٍ أَذْهَبَ لِلُبِّ الرَّجُلِ الحَازِمِ مِنْ إِحْدَاكُنَّ»، قُلْنَ: وَمَا نُقْصَانُ دِينِنَا وَعَقْلِنَا يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «أَلَيْسَ شَهَادَةُ المَرْأَةِ مِثْلَ نِصْفِ شَهَادَةِ الرَّجُلِ» قُلْنَ: بَلَى، قَالَ: «فَذَلِكِ مِنْ نُقْصَانِ عَقْلِهَا، أَلَيْسَ إِذَا حَاضَتْ لَمْ تُصَلِّ وَلَمْ تَصُمْ» قُلْنَ: بَلَى، قَالَ: «فَذَلِكِ مِنْ نُقْصَانِ دِينِهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 304]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદુલ્ ફિતર અથવા ઈદુલ્ અઝ્હાના દિવસે ઈદગાહ પાસે આવ્યા, તો સ્ત્રીઓ પાસેથી પસાર થયા, તેણીઓને કહ્યું:
«હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 304]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદના દિવસે ઈદગાહ તરફ નીકળ્યા, અને સ્ત્રીઓને વચન આપ્યું હતું, કે તે સ્ત્રીઓને એકાંતમાં નસીહત કરશે, અને તે વચન તે દિવસે પૂર્ણ કર્યું અને કહ્યું: હે સ્ત્રીઓનું જૂથ! ખૂબ સદકો અને ઇસ્તિગફાર કરો; કારણકે તે ગુનાહોને ખતમ કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે, અને મેં ઇસ્રાના સફરમાં જહન્નમમાં સૌથી વધારે સ્ત્રીઓને જોઈ છે.
તેમાંથી એક બુદ્ધિશાળી અને પ્રતિષ્ઠિત સ્ત્રીએ કહ્યું: અમે જ કેમ જહન્નમમાં સૌથી વધારે હશું?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કેટલાક કારણોથી: તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છો, અને પતિના અધિકારો પૂરા નથી પડતાં. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમનો ગુણ જણાવતા કહ્યું: બુદ્ધિ અને દીનમાં કમી ધરાવનાર તમારી માફક મેં અન્યને નથી જોયા જે બુદ્ધિશાળી, મક્કમ અને સંતુલિત વ્યક્તિ પર પ્રભુત્વ મેળવે છે.
તે સ્ત્રીએ કહ્યું: અમારી બુદ્ધિ અને દીનમાં કમી કઈ રીતે?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: બુદ્ધિમાં કમી એ રીતે કે બે સ્ત્રીઓની સાક્ષી એક પુરુષ બરાબર છે; અને આ બુદ્ધિમાં કમી છે, અને દીનમાં કમી તે સત્કાર્યમાં કમીના કારણે છે કે તમે હૈઝના દિવસોમાં રાત અને દિવસ દરમિયાન નમાઝ નથી પઢી શકતા, અને એવી જ રીતે હૈઝના કારણે રમજાનના રોઝા પણ નથી રાખી શકતા, અને આ જ દીનમાં કમી છે, પરંતુ તેના કારણે તેમને ગુનેગાર અને અપરાધી ઠેહરાવવામાં નથી આવતા, અને ન તો તેના વિષે તેમની પકડ થશે, કારણકે આ જ સ્થિતિ તેમના સર્જનમાં છે, જેવી રીતે માનવી પ્રાકૃતિક રૂપે માલને મોહબ્બત કરનાર, અને કાર્યોમાં જલ્દી કરનાર અને અજ્ઞાનતા કરનાર પેદા કરવામાં આવ્યો છે.... વગેરે, પરંતુ તેને તેમાં સપડાવવાથી સચેત કરવામાં આવ્યો છે.