+ -

عَنْ بُرَيْدَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا».

[صحيح] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 3253]
المزيــد ...

બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ અમાનતની કસમ ખાધી, તો તે અમારા માંથી નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 3253]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમાનતની કસમ ખાવાથી રોક્યા છે, અને જે પણ અમાનતની કસમ ખાઈ લે તે અમારા માંથી નથી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી હારામ છે, જેમાંથી: અમાનતની કસમ ખાવી, અને તે શિર્કે અસગર માંથી છે.
  2. અમાનતનો આજ્ઞાકારી, ઈબાદત, ભરોસા અને સુરક્ષામાં સમાવેશ થાય છે.
  3. અલ્લાહ, તેના નામો, ગુણો સિવાય અન્ય પ્રકારની કસમો લાગું પડતી નથી.
  4. ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: અમાનતની કસમ ખાવી અલ્લાહના નામો અને ગુણો સિવાય અન્યની કસમ ખાવા જેવું છે, અને અમાનત અલ્લાહના ગુણો માંથી નથી, પરંતુ તેના આદેશો માંથી એક આદેશ છે, અને તેણે ફરજ કરેલા કાર્યો માંથી એક છે, અને તેની કસમ ખાવાથી એટલા માટે રોકવામાં આવ્યા કે અમાનતને અલ્લાહના નામો અને ગુણો બરાબર કરવામાં ન આવે.
વધુ