عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ سَمُرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1648]
المزيــد ...
અબ્દુર્ રહમાન બિન સમુરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«મૂર્તિઓ અને પોતાના પૂર્વજોની કસમો ન ખાઓ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1648]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ તાગૂતની કસમ ખાવાથી રોક્યા છે, અને તાગૂત તે મૂર્તિઓને કહે છે, જેને કાફિરો અલ્લાહ સિવાય પૂજે છે અને તેમની ઈબાદત કરે છે, અને તે જ તેમનું ગુમરાહ થવાનું અને કુફ્રનું કારણ છે. અને એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ પોતાના બાપ દાદાઓની પણ કસમ ખાવાથી રોક્યા છે, અને તે અજ્ઞાનતાના સમયે અરબના લોકોની આદત હતી, અને તેઓ ગર્વ અને મહાનતા વર્ણન કરી પોતાના પૂર્વજોની કસમ ખાતા હતા.