عن جابر بن عبد الله رضي الله عنهما قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، وَمَنْ لَقِيَهُ يُشْرِكُ بِهِ دَخَلَ النَّارَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 93]
المزيــد ...
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી. થી રિવાયત છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 93]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો નહિ હોય, તો તેનું ઠેકાણું જન્નત છે, ભલેને તેને તેના અમુક ગુનાહોની સજા પણ કેમ ન આપવામાં આવે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હતો તો તેનું ઠેકાણું હંમેશા માટે જહન્નમ હશે.