عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى: أَعْدَدْتُ لِعِبَادِي الصَّالِحِينَ، مَا لاَ عَيْنٌ رَأَتْ، وَلاَ أُذُنٌ سَمِعَتْ، وَلاَ خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ» قَالَ أَبُو هُرَيْرَةَ: اقْرَؤُوا إِنْ شِئْتُمْ: {فَلاَ تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِنْ قُرَّةِ أَعْيُنٍ} [السجدة: 17].
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4779]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે», અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો કુરઆન મજીદની આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4779]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: મેં મારા સદાચારી બંદાઓ માટે જન્નતમાં એવી નેઅમતો અને પ્રતિષ્ઠતા તૈયાર કરીને રાખી છે, જેને ન તો કોઈ આંખોએ જોઈ છે, ન તો કોઈ કાને તેના ગુણ વિશે સાંભળ્યું હશે ન તો કોઈ માનવીના મનમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે અથવા પસાર થયો હશે. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુંએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો આ આયત પઢો:
{કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].