+ -

عَنِ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رَضيَ اللهُ عنها زَوْجَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
أَنَّ الْحَوْلَاءَ بِنْتَ تُوَيْتِ بْنِ حَبِيبِ بْنِ أَسَدِ بْنِ عَبْدِ الْعُزَّى مَرَّتْ بِهَا وَعِنْدَهَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقُلْتُ: هَذِهِ الْحَوْلَاءُ بِنْتُ تُوَيْتٍ، وَزَعَمُوا أَنَّهَا لَا تَنَامُ اللَّيْلَ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا تَنَامُ اللَّيْلَ! خُذُوا مِنَ الْعَمَلِ مَا تُطِيقُونَ، فَوَاللهِ لَا يَسْأَمُ اللهُ حَتَّى تَسْأَمُوا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 785]
المزيــد ...

મોમિનોની માતા અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
હૌલા બિન્તે તુવૈત્ બિન્ હબીબ બિન્ અસદ બિન્ અબ્દુલ ઉઝ્ઝા તેમની પાસેથી તે સમયે પસાર થયા જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પાસે ઉપસ્થિત હતા, તો મેં કહ્યું: આ હૌલા બિન્તે તુવૈત છે, લોકોનું કહેવું છે કે તે સંપૂર્ણ રાત સૂતા નથી, તો આ સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સંપૂર્ણ રાત સૂતા નથી! (જુઓ) એટલા જ કામ કરો, જેને (કાયમી) કરવાની શક્તિ તમારી પાસે હોય, અલ્લાહની કસમ! અલ્લાહ બદલો આપવા બાબતે નહીં થાકે, પરંતુ તમે તે કાર્યને (સતત) કરવા પર થાકી જશો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 785]

સમજુતી

એક વખત મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા પાસેથી હૌલા બિન્તે તુવૈત બેઠા હતા, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયશા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા. તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આ તે સ્ત્રી છે, જે રાત્રે સૂતા નથી અને સંપૂર્ણ રાત નમાઝ પઢે છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પોતાના પર કઠિનતા અપનાવવા પર નિંદા કરતા કહ્યું: રાત્રે ઊંઘ ન આવે તો પોતાની શક્તિ પ્રમાણે સત્કાર્યો કરો, જેને તમે કાયમી કરી શકતા હોવ, અલ્લાહની કસમ! અલ્લાહ પોતાના બંદાઓને તેની નેકીઓનો બદલો, વળતર અને સવાબ આપતા નથી થાકતો, પરંતુ બંદો સત્કાર્યો કરતા કરતા થાકીને તે કાય કરવાનું છોડી દેશે.

હદીષથી મળતા ફાયદા

  1. શરીરની ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં ઈબાદત કરવી કંટાળા અને થાક તરફ દોરી જાય છે, જેના કારણે મન તેને છોડી દે છે.
  2. ઈબાદતમાં સંયમ અને સંતુલન, તે તેની સાતત્ય અને દ્રઢતાનું કારણ છે.
  3. નિયમિત રૂપે થોડો પરંતુ સતત નેક કાર્ય સમયાંતરે વધારે નેક અમલ કરવા કરતાં વધુ શ્રેષ્ઠ છે.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: થોડી ઈબાદતને સતત કરવામાં, અનુસરણ, યાદ, ઝિક્ર, નિખાલસતા સંપૂર્ણ ધ્યાન દ્વારા ઈબાદત થતી રહે છે, તેના કરતાં વધુ અમલ, સખત મહેનતથી વિપરીત, જ્યાં સુધી કાયમી થોડું એટલું વધે નહીં કે તે ઘણી વખત તૂટક તૂટક કરતાં વધી જાય.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ