+ -

عَنِ ‌ابْنِ عُمَرَ رضي الله عنهما:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَطَبَ النَّاسَ يَوْمَ فَتْحِ مَكَّةَ، فَقَالَ: «يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللهَ قَدْ أَذْهَبَ عَنْكُمْ عُبِّيَّةَ الْجَاهِلِيَّةِ وَتَعَاظُمَهَا بِآبَائِهَا، فَالنَّاسُ رَجُلَانِ: بَرٌّ تَقِيٌّ كَرِيمٌ عَلَى اللهِ، وَفَاجِرٌ شَقِيٌّ هَيِّنٌ عَلَى اللهِ، وَالنَّاسُ بَنُو آدَمَ، وَخَلَقَ اللهُ آدَمَ مِنْ تُرَابٍ، قَالَ اللهُ: {يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُمْ مِنْ ذَكَرٍ وَأُنْثَى وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا إِنَّ أَكْرَمَكُمْ عِنْدَ اللهِ أَتْقَاكُمْ إِنَّ اللهَ عَلِيمٌ خَبِيرٌ} [الحجرات: 13]».

[صحيح] - [رواه الترمذي وابن حبان] - [سنن الترمذي: 3270]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
નબી ﷺ એ ફતહના દિવસે લોકો સામે પ્રવચન આપ્યું, અને કહ્યું: « (હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારા પરથી અજ્ઞાનતાના સમયનું અહમ અને ઘમંડ અને ખાનદાની તકબ્બુર દૂર કરી દીધું, હવે બે પ્રકારના લોકો જ રહ્યા: એક અલ્લાહની નજરમાં સદાચારી, પરહેજગાર, પ્રતિષ્ઠિત, અને બીજા અલ્લાહની નજરમાં વિદ્રોહી, દુરાચારી અને કમજોર, દરેકે દરેક આદમના સંતાન છો, અને આદમને અલ્લાહ તઆલાએ માટી વડે પેદા કર્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે, જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત: ૧૩]».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3270]

સમજુતી

નબી ﷺ એ લોકો સામે ફતહે મક્કાના દિવસે પ્રવચન આપ્યું, અને કહ્યું: હે લોકો ! અલ્લાહ તઆલા તમારા પર અજ્ઞાનતાના સમયનું અહંકાર અને વિદ્રોહ બન્ને નષ્ટ કરી દીધું છે, અને એવી જ રીતે પોતાના પૂર્વજોના નામ પર જે ફખર હતું એ પણ નષ્ટ કરી દીધું છે, અને ખરેખર લોકો બે પ્રકારના છે:
એક તો મોમિન, સદાચારી, આજ્ઞાકરી, અલ્લાહની ઈબાદત કરનાર, આ વ્યક્તિ અલ્લાહ પાસે પ્રતિષ્ઠિત ગણવામાં આવશે, ભલેને લોકોમાં તેનું નામ, સન્માન હોય કે ન હોય.
અને બીજા કાફિર, વિદ્રોહી, દુરાચારી અને આ વ્યક્તિ અલ્લાહ પાસે અપમાનિત થશે, અને અલ્લાહ પાસે તેનું કોઈ મૂલ્ય નહીં હોય ભલેને લોકોમાં તેનું માન, સન્માન, હોદ્દો અને સત્તા કેમ ન હોય.
દરેક લોકો આદમના સંતાન છે, અલ્લાહ તઆલાએ આદમને માટી વડે પેદા કર્યા, તો કોઈ વ્યક્તિ માટે યોગ્ય નથી કે તેનું મૂળ માટી હોય અને તે ઘમંડ કરે, અને પોતાના પર ઇતરાવે, આ વાતની પુષ્ટિ કરતા અલ્લાહ તઆલા કહે છે: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે , જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત : ૧૩])

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વંશ અને ખાનદાન વડે બડાઈ મારવા પર પ્રતિબંધ.
વધુ