عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَ رَجُلٌ لَا أَعْلَمُ رَجُلًا أَبْعَدَ مِنَ الْمَسْجِدِ مِنْهُ، وَكَانَ لَا تُخْطِئُهُ صَلَاةٌ، قَالَ: فَقِيلَ لَهُ: أَوْ قُلْتُ لَهُ: لَوْ اشْتَرَيْتَ حِمَارًا تَرْكَبُهُ فِي الظَّلْمَاءِ، وَفِي الرَّمْضَاءِ، قَالَ: مَا يَسُرُّنِي أَنَّ مَنْزِلِي إِلَى جَنْبِ الْمَسْجِدِ، إِنِّي أُرِيدُ أَنْ يُكْتَبَ لِي مَمْشَايَ إِلَى الْمَسْجِدِ، وَرُجُوعِي إِذَا رَجَعْتُ إِلَى أَهْلِي، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «قَدْ جَمَعَ اللهُ لَكَ ذَلِكَ كُلَّهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 663]
المزيــد ...
ઉબૈ બિન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
એક વ્યક્તિ હતો, હું નથી જાણતો કે તેનું ઘર મસ્જિદથી ઘણું દૂર હતું,, તો પણ તેનાથી એક પણ નમાઝ નહતી જતી, તેને કહેવામાં આવ્યું: અથવા મેં તેને કહ્યું: તું એક (સવારી માટે) ગધેડો ખરીદી લે, જેના પર તું અંધારામાં તેમજ સખત ગરમીમા આવી શકે, તેણે કહ્યું: મને પસંદ નથી કે મારું ઘર મસ્જિદની બાજુમાં હોય, મારી ઈચ્છા તો એવી છે કે મારું મસ્જિદ તરફ ચાલીને જવું અને મારા ઘર તરફ નમાઝ પઢીને પાછા ફરવું દરેક ડગલાં નેકી તરીકે લખવામાં આવે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 663]
ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે અન્સારના એક વ્યક્તિને હું જાણું છું, તેનું ઘર મસ્જિદે નબવીથી એટલું દૂર હતું કે બીજા કોઈનું ઘર એટલું દૂર ન હતું, તો પણ તેની એક પણ નમાઝ નહતી જતી; પરંતુ દરેક નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝમાં હાજર રહેતા, તેને કહેવામાં આવ્યું: તું તારા માટે એક ગધેડો ખરીદી લે, જેથી તું અંધારામાં અને સખત ગરમીના સમયે સવારી કરી આવી શકે, તેણે કહ્યું: મારી ઈચ્છા નથી કે મારું ઘર મસ્જિદની નજીક હોય અથવા બાજુમાં હોય, હું તો ઇચ્છું છું કે મસ્જિદ તરફ મારું ચાલીને આવવું અને મારું ઘર તરફ ચાલતા જવું બન્ને મારા અમલમાં નેકી રૂપે લખવામાં આવે, આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમ સુધી આ વાત પહોંચી, તો આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».