عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ، أَرَأَيْتَ إِنْ جَاءَ رَجُلٌ يُرِيدُ أَخْذَ مَالِي؟ قَالَ: «فَلَا تُعْطِهِ مَالَكَ» قَالَ: أَرَأَيْتَ إِنْ قَاتَلَنِي؟ قَالَ: «قَاتِلْهُ» قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلَنِي؟ قَالَ: «فَأَنْتَ شَهِيدٌ»، قَالَ: أَرَأَيْتَ إِنْ قَتَلْتُهُ؟ قَالَ: «هُوَ فِي النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 140]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ આવીને મારી પાસે મારો માલ લુટીલે તો મારે શું કરવું જોઈએ)? «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું: તેને પોતાનો માલ ન આપો», તે વ્યક્તિએ કહ્યું: તે મારી પાસે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો પછી તેની સાથે તમે પણ ઝઘડો કરો», તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આવી પરિસ્થિતિમાં તમે શહીદ ગણવામાં આવશો», તેણે સવાલ કર્યો: જો હું તેનું કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એવી સ્થિતિમાં તે જહન્નમમાં જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 140]
એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ વ્યક્તિ આવીને મારો માલ લુટે તો મારે શું કરવું જોઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારો માલ તેના હવાલે કરવા તેમજ તેની વાત માની લેવાના પાબંદ નથી, તેણે કહ્યું: તે મારી સાથે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે પણ તેની સાથે ઝઘડો કરો, તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તમને શહીદ ગણવામાં આવશે, તેણે કહ્યું : હું તેને કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેની સજા કયામતના દિવસે તે જહન્નમ હશે.