+ -

عَن أَبِي سَعِيدٍ الخُدْرِيَّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا وُضِعَتِ الجِنَازَةُ وَاحْتَمَلَهَا الرِّجَالُ عَلَى أَعْنَاقِهِمْ فَإِنْ كَانَتْ صَالِحَةً قَالَتْ: قَدِّمُونِي، وَإِنْ كَانَتْ غَيْرَ صَالِحَةٍ قَالَتْ: يَا وَيْلَهَا أَيْنَ يَذْهَبُونَ بِهَا؟ يَسْمَعُ صَوْتَهَا كُلُّ شَيْءٍ إِلَّا الإِنْسَانَ، وَلَوْ سَمِعَهُ صَعِقَ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1314]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે જનાઝો તૈયાર કરી દેવામાં આવે અને લોકો તેને પોતાના ખભા પર ઉઠાવી લે, જો તે જનાઝો કોઈ સદાચારી વ્યક્તિનો હશે તો તે કહેશે: મને આગળ લઈ જાઓ, અને જો તે દુરાચારી વ્યક્તિનો જનાઝો હશે તો કહેશે: હાય મારી નષ્ટતા! મને ક્યાં લઈ જઈ રહ્યા છો? માનવી સિવાય દરેક સર્જન તેનો અવાજ સાંભળે છે, જો માનવી તેનો અવાજ સાંભળી લે તો બેભાન થઈ જાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 1314]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે જનાઝો તૈયાર કરી ખાટલા પર મુકવામાં આવે અને લોકો તેને પોતાના ખભે ઉઠાવે, જો તે સદાચારી વ્યક્તિનો જનાઝો હશે તો કહેશે: મને આગળ લઈ જાઓ, તે નેઅમતોની પ્રાપ્તિ માટે જે તે જોઈ રહ્યો છે, અને જો તે જનાઝો કોઈ દુરાચારી વ્યક્તિનો હશે તો તે ભયાનક અવાજમાં કહેશે: હાય મારી નષ્ટતા! મને ક્યાં લઈ જઈ રહ્યા છો?! અઝાબને જોઈ લેવાના કારણે, માનવી સિવાય દરેક સર્જન તેનો અવાજ સાંભળે છે, જો માનવી તેનો અવાજ સાંભળી લે તો તે અવાજની ભયાનકતાના કારણે બેભાન થઈ જાય.

હદીષથી મળતા ફાયદા

  1. સદાચારી મૃતક વ્યક્તિ દફન પહેલા જ તેને પ્રાપ્ત થનારી નેઅમતોને જોઈ લે છે અને કાફિર ભયભીત થઈ જાય છે અને તેની વિરુદ્ધ (અઝાબ) જુએ છે.
  2. કેટલાક અવાજ માનવી સિવાય દરેક સર્જન સાંભળી શકે છે, તે અવાજને સાંભળવાની શક્તિ માનવી ધરાવતો નથી.
  3. સુન્નત એ છે કે જનાઝાને પુરુષો પોતાના ખભા પર ઉઠાવી લઈ જાય, સ્ત્રીઓના નહીં; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓને જનાઝાની સાથે જવાથી રોક્યા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી તેલુગું સ્વાહીલી તામિલ થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية Malagasy الجورجية المقدونية الماراثية
ભાષાતર જુઓ
વધુ