عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ أَوَّلَ زُمْرَةٍ يَدْخُلُونَ الجَنَّةَ عَلَى صُورَةِ القَمَرِ لَيْلَةَ البَدْرِ، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ عَلَى أَشَدِّ كَوْكَبٍ دُرِّيٍّ فِي السَّمَاءِ إِضَاءَةً، لاَ يَبُولُونَ وَلاَ يَتَغَوَّطُونَ، وَلاَ يَتْفِلُونَ وَلاَ يَمْتَخِطُونَ، أَمْشَاطُهُمُ الذَّهَبُ، وَرَشْحُهُمُ المِسْكُ، وَمَجَامِرُهُمْ الأَلُوَّةُ الأَنْجُوجُ، عُودُ الطِّيبِ وَأَزْوَاجُهُمُ الحُورُ العِينُ، عَلَى خَلْقِ رَجُلٍ وَاحِدٍ، عَلَى صُورَةِ أَبِيهِمْ آدَمَ، سِتُّونَ ذِرَاعًا فِي السَّمَاءِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3327]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે, ન તો તેમને પેશાબની જરૂર હશે અને ન તો હાજતની, ન તો તેઓને થુંક આવશે અને ન તો નાક માંથી લેંટ, તેમના કાંસકા સોનાના હશે, તેમનો પસીનો કસ્તુરીની સુગંધ જેવો હશે, તેમની વીંટીઓમાં સુગંધીત ઊદ સળગતું હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હૂર હશે, દરેકના ચહેરા એક જેવા હશે, અર્થાત્ પોતાના પિતા આદમની જેમ, તેમની લંબાઈ સાઈઠ હાથ ઊંચી હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3327]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખબર આપી રહ્યા છે, જન્નતમાં પ્રવેશ કરનાર મોમિનોનું પહેલું જૂથ, તેમના ચહેરા ચાંદની રાતમાં ચમકતી રોશનીના જેવા હશે, તેમના પછી પ્રવેશ કરનાર જૂથના ચહેરા આકાશમાં જે સૌથી વધારે ચમકેલા તારા છે, તેમના પ્રકાશ જેવા હશે, તેમને ઘણા લક્ષણો હશે, જેવું કે તેમને પેશાબ અને હાજતની સહેજ પણ જરૂર નહીં પડે, ન તો તેમને થુંક આવશે, અને ન તો તેમને નાક માંથી લેંટ (ગંદકી) આવશે, તેમના કાંસકા સોનાના હશે, તેમના પસીના માંથી મુશક જેવી કિંમતી ખુશ્બુ આવતી હશે, તેમની વિટીઓ માંથી સુંદર બખૂરની ખુશ્બૂ આવતી હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હુરો હશે, તેમના એક જ જેવા ચહેરા હશે, તેમના પિતા બાબા આદમ જેવા ચહેરા હશે લંબાઈ અને પહોળાઈમાં, તેમના શરીરની ઊંચાઈ આકાશમાં સાઈઠ હાથ બરાબર હશે.