عَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«نَحْنُ آخِرُ الأُمَمِ، وَأَوَّلُ مَنْ يُحَاسَبُ، يُقَالُ: أَيْنَ الأُمَّةُ الأُمِّيَّةُ وَنَبِيُّهَا؟ فَنَحْنُ الآخِرُونَ الأَوَّلُونَ».
[صحيح] - [رواه ابن ماجه] - [سنن ابن ماجه: 4290]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«આપણે છેલ્લી ઉમ્મત છે, પરંતુ કયામતના દિવસે સૌથી પહેલા હિસાબ લેવામાં આવશે, કહેવામાં આવશે: ઉમ્મી કોમ અને તેમના નબી ક્યાં છે? આમ આપણે છેલ્લા છે, પરંતુ કયામતના દિવસે પહેલા હશું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ ઈબ્ને માજા - 4290]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે તેમની ઉમ્મત અસ્તિત્વ અને સમય પ્રમાણે અંતિમ તેમજ કયામતના દિવસે હિસાબમાં સૌ પ્રથમ છે, કયામતના દિવસે કહેવામાં આવશે: ઉમ્મી (અજ્ઞાન) કોમ અને તેમના નબી ક્યાં છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લખતા વાંચતા નહતા જાણતા માટે ઉમ્મી શબ્દ તરફ નિસબત કરવામાં આવી છે. કયામતના દિવસે હિસાબ લેવા માટે સૌથી પહેલા પોકારવામાં આવશે, જો કે આપણે સમય અને અસ્તિત્વ પ્રમાણે છેલ્લા છે, પરંતુ હિસાબ માટે અને જન્નતમાં પ્રવેશવા માટે પહેલા હશું.