+ -

عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«فِي الجَنَّةِ مِائَةُ دَرَجَةٍ مَا بَيْنَ كُلِّ دَرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالأَرْضِ، وَالْفِرْدَوْسُ أَعْلاَهَا دَرَجَةً وَمِنْهَا تُفَجَّرُ أَنْهَارُ الجَنَّةِ الأَرْبَعَةُ، وَمِنْ فَوْقِهَا يَكُونُ العَرْشُ، فَإِذَا سَأَلْتُمُ اللَّهَ فَسَلُوهُ الفِرْدَوْسَ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2531]
المزيــد ...

ઉબાદહ બિન સોમિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું:
«જન્નતમાં સો દરજ્જા હશે, દરેક બે દરજ્જા વચ્ચે આકાશ અને જમીન વચ્ચે જેટલું અંતર હશે, સૌથી ઉચ્ચ દરજ્જો ફિરદૌસનો હશે, જેની નીચેથી ચાર પ્રકારની જન્નતની નહેરો વહે છે, તેની ઉપર અર્શ હશે, જ્યારે તમે અલ્લાહથી સવાલ કરો તો ફિરદૌસનો સવાલ કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2531]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં સો જેટલા દરજ્જા હશે દરેક બે દરજ્જા વચ્ચેનું અંતર આકાશ અને ધરતી વચ્ચેના અંતર જેટલું છે, સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ જન્નત જન્નતુલ્ ફિરદૌસનો દરજ્જો છે, તેની નીચેથી જન્નતની ચાર પ્રકારની નહેરો વહેતી હશે, ફિરદૌસની ઉપર જ અર્શ હશે, જ્યારે પણ તમે અલ્લાહ પાસે જન્નતનો સવાલ કરો ફિરદૌસનો સવાલ કરો, જે જન્નતમાં સૌથી ઉચ્ચ જગ્યા છે.

હદીષથી મળતા ફાયદા

  1. જન્નતમાં જન્નતીઓના દરજ્જા અને પદમાં તફાવત હશે, અને એ તેમના ઇમાન તેમજ નેક અમલ પ્રમાણે હશે.
  2. અલ્લાહ પાસે જન્નતુલ્ ફિરદૌસનો સવાલ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
  3. જન્નતમાં સૌથી ઉચ્ચ ફિરદૌસ હશે અને તેની મહાન સ્થિતિનું વર્ણન.
  4. એક મુસલમાનના ઈરાદા અને હિંમત ઉચ્ચ હોવા જોઈએ, તેમજ અલ્લાહ પાસે ઉચ્ચ અને શ્રેષ્ઠ દરજ્જો માંગવો જોઈએ.
  5. જન્નતમાં ચાર પ્રકારની નહેરો છે, એક પાણીની, એક દૂધની, એક પવિત્ર શરાબની અને એક શુદ્ધ મધની, તેનું વર્ણન કુરઆન મજીદમાં થયું છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તે જન્નતની વિશેષતા, જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે, એ છે કે તેમાં પાણીની નહેરો છે, જે દુર્ગંધ ફેલાવવા વાળુ નથી અને દુધની નહેરો છે, જેનો સ્વાદ બદલાયેલો નથી અને શરાબની નહેરો છે, જે પીવાવાળા માટે ખુબ જ સ્વાદિષ્ટ છે, અને મધની નહેરો છે, જે ખુબ જ ચોખ્ખી છે [મુહમ્મદ: ૧૫].
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ