عَنْ أَبِي مُوسَى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«إِنَّ لِلْمُؤْمِنِ فِي الْجَنَّةِ لَخَيْمَةً مِنْ لُؤْلُؤَةٍ وَاحِدَةٍ مُجَوَّفَةٍ، طُولُهَا سِتُّونَ مِيلًا، لِلْمُؤْمِنِ فِيهَا أَهْلُونَ، يَطُوفُ عَلَيْهِمِ الْمُؤْمِنُ فَلَا يَرَى بَعْضُهُمْ بَعْضًا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2838]
المزيــد ...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ હશે, જેમની તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2838]
આ હદીષમાં નબી ﷺએ જન્નતની કેટલીક નેઅમતો વિષે જણાવ્યું, તેમાંથી મોમિન માટે એક લાંબો પહોળો મોતીઓની માળા દ્વારા બનેલો તંબુ હશે, જેની આકાશમાં લંબાઈ અને પહોળાઈ સાહિઠ મિલ જેટલી હશે, અને તેના ચારે ખૂણે તેમની પત્નીઓ હશે, જેમની સાથે તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે.