+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أُتِيَ بِلَحْمٍ فَرُفِعَ إِلَيْهِ الذِّرَاعُ، وَكَانَتْ تُعْجِبُهُ فَنَهَشَ مِنْهَا نَهْشَةً، ثُمَّ قَالَ:
«أَنَا سَيِّدُ النَّاسِ يَوْمَ القِيَامَةِ، وَهَلْ تَدْرُونَ مِمَّ ذَلِكَ؟ يَجْمَعُ اللَّهُ النَّاسَ الأَوَّلِينَ وَالآخِرِينَ فِي صَعِيدٍ وَاحِدٍ، يُسْمِعُهُمُ الدَّاعِي وَيَنْفُذُهُمُ البَصَرُ، وَتَدْنُو الشَّمْسُ، فَيَبْلُغُ النَّاسَ مِنَ الغَمِّ وَالكَرْبِ مَا لاَ يُطِيقُونَ وَلاَ يَحْتَمِلُونَ، فَيَقُولُ النَّاسُ: أَلاَ تَرَوْنَ مَا قَدْ بَلَغَكُمْ، أَلاَ تَنْظُرُونَ مَنْ يَشْفَعُ لَكُمْ إِلَى رَبِّكُمْ؟ فَيَقُولُ بَعْضُ النَّاسِ لِبَعْضٍ: عَلَيْكُمْ بِآدَمَ، فَيَأْتُونَ آدَمَ عَلَيْهِ السَّلاَمُ فَيَقُولُونَ لَهُ: أَنْتَ أَبُو البَشَرِ، خَلَقَكَ اللَّهُ بِيَدِهِ، وَنَفَخَ فِيكَ مِنْ رُوحِهِ، وَأَمَرَ المَلاَئِكَةَ فَسَجَدُوا لَكَ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ، أَلاَ تَرَى إِلَى مَا قَدْ بَلَغَنَا؟ فَيَقُولُ آدَمُ: إِنَّ رَبِّي قَدْ غَضِبَ اليَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَإِنَّهُ قَدْ نَهَانِي عَنِ الشَّجَرَةِ فَعَصَيْتُهُ، نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى نُوحٍ، فَيَأْتُونَ نُوحًا فَيَقُولُونَ: يَا نُوحُ، إِنَّكَ أَنْتَ أَوَّلُ الرُّسُلِ إِلَى أَهْلِ الأَرْضِ، وَقَدْ سَمَّاكَ اللَّهُ عَبْدًا شَكُورًا، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ؟ فَيَقُولُ: إِنَّ رَبِّي عَزَّ وَجَلَّ قَدْ غَضِبَ اليَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَإِنَّهُ قَدْ كَانَتْ لِي دَعْوَةٌ دَعَوْتُهَا عَلَى قَوْمِي، نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى إِبْرَاهِيمَ، فَيَأْتُونَ إِبْرَاهِيمَ فَيَقُولُونَ: يَا إِبْرَاهِيمُ أَنْتَ نَبِيُّ اللَّهِ وَخَلِيلُهُ مِنْ أَهْلِ الأَرْضِ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ، فَيَقُولُ لَهُمْ: إِنَّ رَبِّي قَدْ غَضِبَ اليَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَإِنِّي قَدْ كُنْتُ كَذَبْتُ ثَلاَثَ كَذِبَاتٍ، نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى مُوسَى فَيَأْتُونَ، مُوسَى فَيَقُولُونَ: يَا مُوسَى أَنْتَ رَسُولُ اللَّهِ، فَضَّلَكَ اللَّهُ بِرِسَالَتِهِ وَبِكَلاَمِهِ عَلَى النَّاسِ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ، أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ؟ فَيَقُولُ: إِنَّ رَبِّي قَدْ غَضِبَ اليَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَإِنِّي قَدْ قَتَلْتُ نَفْسًا لَمْ أُومَرْ بِقَتْلِهَا، نَفْسِي نَفْسِي نَفْسِي، اذْهَبُوا إِلَى غَيْرِي، اذْهَبُوا إِلَى عِيسَى ابْنِ مَرْيَمَ، فَيَأْتُونَ عِيسَى، فَيَقُولُونَ: يَا عِيسَى أَنْتَ رَسُولُ اللَّهِ، وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَى مَرْيَمَ وَرُوحٌ مِنْهُ، وَكَلَّمْتَ النَّاسَ فِي المَهْدِ صَبِيًّا، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ؟ فَيَقُولُ عِيسَى: إِنَّ رَبِّي قَدْ غَضِبَ اليَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ قَطُّ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ، وَلَمْ يَذْكُرْ ذَنْبًا، نَفْسِي نَفْسِي نَفْسِي اذْهَبُوا إِلَى غَيْرِي اذْهَبُوا إِلَى مُحَمَّدٍ، فَيَأْتُونَ مُحَمَّدًا فَيَقُولُونَ: يَا مُحَمَّدُ أَنْتَ رَسُولُ اللَّهِ وَخَاتِمُ الأَنْبِيَاءِ، وَقَدْ غَفَرَ اللَّهُ لَكَ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَمَا تَأَخَّرَ، اشْفَعْ لَنَا إِلَى رَبِّكَ أَلاَ تَرَى إِلَى مَا نَحْنُ فِيهِ، فَأَنْطَلِقُ فَآتِي تَحْتَ العَرْشِ، فَأَقَعُ سَاجِدًا لِرَبِّي عَزَّ وَجَلَّ، ثُمَّ يَفْتَحُ اللَّهُ عَلَيَّ مِنْ مَحَامِدِهِ وَحُسْنِ الثَّنَاءِ عَلَيْهِ شَيْئًا، لَمْ يَفْتَحْهُ عَلَى أَحَدٍ قَبْلِي، ثُمَّ يُقَالُ: يَا مُحَمَّدُ ارْفَعْ رَأْسَكَ سَلْ تُعْطَهْ، وَاشْفَعْ تُشَفَّعْ فَأَرْفَعُ رَأْسِي، فَأَقُولُ: أُمَّتِي يَا رَبِّ، أُمَّتِي يَا رَبِّ، أُمَّتِي يَا رَبِّ، فَيُقَالُ: يَا مُحَمَّدُ أَدْخِلْ مِنْ أُمَّتِكَ مَنْ لاَ حِسَابَ عَلَيْهِمْ مِنَ البَابِ الأَيْمَنِ مِنْ أَبْوَابِ الجَنَّةِ، وَهُمْ شُرَكَاءُ النَّاسِ فِيمَا سِوَى ذَلِكَ مِنَ الأَبْوَابِ، ثُمَّ قَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ، إِنَّ مَا بَيْنَ المِصْرَاعَيْنِ مِنْ مَصَارِيعِ الجَنَّةِ، كَمَا بَيْنَ مَكَّةَ وَحِمْيَرَ -أَوْ كَمَا بَيْنَ مَكَّةَ وَبُصْرَى-».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4712]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અમે એક આમંત્રણમાં નબી ﷺ સાથે હતા, તો તેમની સામે માંસ રજૂ કરવામાં આવ્યું અને તેમને હાથનું માંસ આપવામાં આવ્યું; કારણકે તે તેમને પસંદ હતું, બસ નબી ﷺએ પોતાના દાંત વડે તેને તોડીને ખાધું, ફરી કહ્યું:
«હું કયામતના દિવસે સમગ્ર માનવજાતનો સરદાર હશું, શું તમે જાણો છો કે કેમ (હશું)? અલ્લાહ તઆલા દરેક આગળના અને પાછલા લોકોને એક સપાટ મેદાનમાં એકઠા કરશે, જ્યાં તેઓ પોકાર લગાવનારની અવાજ સાંભળશે, અને એક જોવાવાળો તે સૌ ઘેરી રાખશે, સુર્ય તેમની નજીક થઈ જશે, અને લોકો તે સમયે એટલા દુ:ખી હશે, જે તેમની તાકાત અને સહનશીલતા કરતાં વધુ હશે, લોકો એકબીજાને કહેશે: શું તમે જોતાં નથી કે તમે કેવી સ્થિતિમાં છો? શું તમે જોતાં નથી કે તમારા પર શું મુસીબત આવી છે? શું તમે કોઈ એવા વ્યક્તિ વિષે જાણો છો, જે અલ્લાહ સમક્ષ તમારી ભલામણ કરી શકે? તો લોકો એકબીજાને કહેશે કે આપણે આપણાં પિતા આદમ અલૈહિસ્ સલામ પાસે જઈએ, તો તેઓ તેમની પાસે આવશે, અને કહેશે: હે આદમ! તમે સમગ્ર માનવજાતના પિતા છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના હાથથી બનાવ્યા હતા, અને તમારી અંદર પોતાની તરફથી આત્મા ફૂંકી, અને ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમને સિજદો કરે, તમે પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે?, શું તમે જોતાં નથી અમારા પર કેવી મુસીબત આવી છે? આદમ અલૈહિસ્ સલામ જવાબ આપશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે, જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, અને ખરેખર તેણે મને એક ખાસ પ્રકારના વૃક્ષની નજીક જવાથી રોક્યો હતો, પરંતુ મેં તેની અવજ્ઞા કરી હતી, તમે અન્ય કોઈ પાસે જાઓ, નૂહ અલૈહિસ્ સલામ પાસે જાઓ, લોકો નૂહ અલૈહિસ્ સલામ પાસે જશે, અને કહેશે હે નૂહ! તમે જમીનવાળા તરફ મોકલવામાં આવેલા સૌથી પહેલા પયગંબર હતા, અને અલ્લાહ તઆલાએ તમારું નામ પોતાના આભારી બંદાઓમાં લખ્યું, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? શું તમે જોતાં નથી અમારા પર કેવી મુસીબત આવી છે? તેઓ જવાબ આપશે મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, વાસ્તવમાં મારા માટે એક દુઆ ખાસ કરવામાં આવી હતી, જે મેં મારી કોમ વિરુદ્ધ માંગી લીધી, (આજે તો) મને મારા પ્રાણની ચિંતા છે, મને મારા પ્રાણની ચિંતા છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે જાઓ, લોકો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે, તમે અલ્લાહના પયગંબર છો, અને જમીનવાળાઓમાં તમે તેના દોસ્ત છો, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ કહેશે મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં પણ ત્રણ જૂઠ બોલ્યા છે, જેથી મને મારા પ્રાણની ચિંતા છે, જેથી મને મારા પ્રાણની ચિંતા છે, જેથી મને મારા પ્રાણની ચિંતા છે, તમે અન્ય કોઈ પાસે જાઓ, મૂસા અલૈહિસ્ સલામ પાસે જાઓ, લોકો મૂસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે મૂસા! તમે અલ્લાહના પયગંબર છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના સંદેશા અને વાતચીત વડે અન્ય લોકો પર પ્રાથમિકતા આપી, અલ્લાહ સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો મૂસા અલૈહિસ્ સલામ કહેશે મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં એક એવા જીવની હત્યા કરી હતી, જેનો મને આદેશ આપવામાં આવ્યો ન હતો, જેથી મારા પ્રાણનું શું થશે, મારા પ્રાણનું શું થશે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, ઇસા અલૈહિસ્ સલામ પાસે જાઓ, તેથી લોકો ઇસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે ઈસા! તમે અલ્લાહનો કલીમો છે, જેને મરયમ (અલૈહિસ્ સલામ) ને આપવામાં આવ્યો હતો, તમે તેની રૂહ છો, અલ્લાહ સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઇસા અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, તેઓ પોતાની કોઈ ભૂલનું વર્ણન નહીં કરે, કહેશે: મને મારા પ્રાણની ચિંતા છે, મને મારા પ્રાણની ચિંતા છે, મને મારા પ્રાણની ચિંતા છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, એમ કરો તમે મોહમ્મદ ﷺ પાસે જાઓ, લોકો મારી પાસે આવશે અને કહેશે: એક બીજી રિવાયતમાં છે કે તેઓ મારી પાસે આવશે અને કહેશે: હે મોહમ્મદ! તમે અલ્લાહના પયગંબર અને છેલ્લા નબી છો, અલ્લાહ તઆલાએ તમારા આગલા અને પાછલા દરેક ગુનાહ માફ કરી દીધા છે, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો હું ચાલવા લાગીશ, અને અલ્લાહના અર્શની નીચે આવીશ અને પોતાના પાલનહાર સમક્ષ સિજદામાં જતો રહીશ, તો અલ્લાહ તઆલા પોતાના એવા વખાણ અને પ્રસંશાના દ્વારા મારા દિલમાં ખોલી નાંખશે, જે મારા પહેલા કોઈના પણ દિલમાં નાખવામાં આવ્યા ન હતા, જેથી હું તે પ્રમાણે જ અલ્લાહના વખાણ અને તેની પ્રસંશા કરીશ, ફરી કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાનું માથું ઉઠાવો, તમે સવાલ કરો તમને આપવામાં આવશે, અને ભલામણ કરો તમારી ભલામણ સ્વીકારવામાં આવશે, હું માંરુ માથું ઉઠાવીશ અને કહીશ: હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, જેથી કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાની ઉમ્મતના તે લોકોને જેમનો હિસાબ નહીં લેવામાં આવે, તેમણે જન્નતના જમણા દરવાજેથી દાખલ કરો, જ્યારે કે તેઓ અન્ય લોકો સાથે બીજા દ્વાર માંથી પણ પ્રવેશ કરી શકે છે, ફરી નબી ﷺએ કહ્યું: કસમ છે તે હસ્તીની જેના હાથમાં મારા પ્રાણ છે, જન્નતના દરવાજાઓ દરમિયાન એટલું અંતર છે જેટલું મક્કાહ અને હિમર વચ્ચે છે અથવા -જેટલું મક્કાહ અને બસરા દરમિયાન છે-».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4712]

સમજુતી

નબી ﷺ પોતાના સાથીઓ સાથે એક ખાવાની દાવતમાં હતા, તો તેમની સમક્ષ બકરીના હાથનું શાક મૂકવામાં આવ્યું, જે તેમને સૌથી વધુ પસંદ હતું, તો તેમણે પોતાના દાંત વડે તોડ્યું ફરી, તેમની સાથે વાત કરી અને કહ્યું: હું કયામતના દિવસે સમગ્ર માનવજાતનો સરદાર હશું; અને આ અલ્લાહની કૃપા દ્વારા હશે. શું તમે જાણો છો કે તે કેમ હશે? તેમણે કહ્યું: અલ્લાહ તઆલા દરેક આગળના અને પાછલા લોકોને એક સપાટ મેદાનમાં એકઠા કરશે, જ્યાં તેઓ પોકારવાવાળાને સાંભળશે અને જોવા વાળો તેમને ઘેરી રાખશે, તે જમીનના સપાટ હોવાના કારણે હશે, કોઇની પાસે છુપાવવાની જગ્યા નહીં હોય, અલ્લાહની નજર તેમને ઘેરી લેશે, અર્થાત્ જો કોઈ માનવી બોલશે, તો બીજો તેને સાંભળી શકશે, અને આંખો તેને જોઈ શકશે, સુર્ય તેમની એક વેંત જેટલો નજીક થઈ જશે, અને લોકો તે સમયે એટલા દુ:ખી હશે, જેને તેઓ સહન નહીં કરી શકે, તેથી તેઓ ભલામણ દ્વારા છુટકારો પ્રાપ્ત કરશે. ફરી અલ્લાહ તઆલા મોમિનોને સમગ્ર માનવજાતિના પિતા આદમ અલૈહિસ્ સલામ પાસે જવાની પ્રેરણા આપશે, તો લોકો તેમની પાસે આવશે અને તેમની મહત્ત્વતાઓનો ઉલ્લેખ કરશે, તે આશા રાખીને કે તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેમની ભલામણ કરે, તેઓ કહેશે: હે આદમ! તમે સમગ્ર માનવજાતના પિતા છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના હાથથી બનાવ્યા હતા, તમારા માટે ફરિશ્તાઓએ સિજદો કર્યો, તમને દરેક વસ્તુના નામ શિખવાડયા, અને તમારી અંદર પોતાની તરફથી આત્મા ફૂંકી, તેઓ માફી માંગશે અને કહેશે: ખરેખર મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલો ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, ફરી પોતાની ભૂલનો ઉલ્લેખ કરશે, અને તે એ કે અલ્લાહ તઆલાતે તેમને એક ખાસ પ્રકારના વૃક્ષને ખાવાથી રોક્યા હતા, પરંતુ તેમણે તે ખાઈ લીધું, અને કહેશે: આજે મને પણ ભલામણની જરૂરત છે, મારા સિવાય તમે અન્ય કોઈ પાસે જાઓ, તમે નૂહ અલૈહિસ્ સલામ પાસે જાઓ. ફરી તેઓ નૂહ અલૈહિસ્ સલામ પાસે આવશે, અને કહેશે: તમે જમીનવાળા તરફ મોકલવામાં આવેલા સૌથી પહેલા પયગંબર છો, અને અલ્લાહ તઆલાએ તમારું નામ પોતાના આભારી બંદાઓમાં લખ્યું, પરંતુ તેઓ પણ માફી માંગશે અને કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, વાસ્તવમાં મારા માટે એક દુઆ ખાસ કરવામાં આવી હતી, જે મેં મારી કોમ વિરુદ્ધ માંગી લીધી હતી, આજે તો મને પણ ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે જાઓ. લોકો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે, તમે અલ્લાહના દોસ્ત છો, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં પણ ત્રણ જૂઠ બોલ્યા છે, તેમાંથી એક એ કે મેં કહ્યું હતું કે હું બીમાર છું, અને બીજી વખત મેં કહ્યું: આ તમારી મોટી મૂર્તિએ કર્યું છે, અને ત્રીજી વખત પોતાની પત્ની વિષે કહ્યું: સારા મારી બહેન છે, જેથી તે બુરાઈથી બચી જાય. સત્ય એ છે કે આ ત્રણેય નિવેદનો પરોક્ષમાં કહ્યા હતા, પરંતુ તેનું સ્વરૂપ જૂઠ હતું, તેથી હું તેનાથી ભયભીત છું, અને હું પોતાને ભલામણનો હકદાર નથી સમજતો, કારણકે જે અલ્લાહને જાણે છે, અને દરજ્જામાં તેની નજીક હોય તે વધુ ભયભીય હોય છે, અને કહેશે: આજે મને પણ ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય પાસે જાઓ, તમે મૂસા અલૈહિસ્ સલામ પાસે જાઓ. તેથી લોકો મૂસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે મૂસા! તમે અલ્લાહના પયગંબર છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના સંદેશા અને વાતચીત વડે અન્ય લોકો પર પ્રાથમિકતા આપી, અલ્લાહ સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો મૂસા અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં એક જીવની હત્યા કરી છે, જેથી આજે હું પણ એવા લોકો માંથી છું, જેમને ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, ઇસા અલૈહિસ્ સલામ પાસે જાઓ. તેથી લોકો ઇસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે ઇસા! તમે અલ્લાહના પયગંબર છો, તમે અલ્લાહનો કલીમો છે, જેને મરયમ (અલૈહિસ્ સલામ)ને આપવામાં આવ્યો હતો, તમે તેની રૂહ છો, તમે લોકો સાથે ત્યારે વાત કરી જ્યારે તમે પારણામાં હતા, પોતાના પાલનહાર સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઇસા અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, તેઓ પોતાની કોઈ ભૂલનું વર્ણન નહીં કરે, આજે મને પણ ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, એમ કરો તમે મોહમ્મદ ﷺ પાસે જાઓ. લોકો મોહમ્મદ પાસે આવશે અને કહેશે: હે મોહમ્મદ! તમે અલ્લાહના પયગંબર અને છેલ્લા નબી છો, અલ્લાહ તઆલાએ તમારા આગળ અને પાછળના દરેક ગુનાહ માફ કરી દીધા છે, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો હું ચાલવા લાગીશ, અને અલ્લાહના અર્શની નીચે આવીશ અને પોતાના પાલનહાર સમક્ષ સિજદામાં જતો રહીશ, તો અલ્લાહ તઆલા પોતાના એવા વખાણ અને પ્રસંશાના દ્વારા મારા દિલમાં ખોલી નાંખશે, જે મારા પહેલા કોઈના પણ દિલમાં નાખવામાં આવ્યા ન હતા, ફરી કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાનું માથું ઉઠાવો, તમે સવાલ કરો તમને આપવામાં આવશે, અને ભલામણ કરો તમારી ભલામણ સ્વીકારવામાં આવશે, હું માંરુ માથું ઉઠાવીશ અને કહીશ: હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, તો મારી ભલામણ સ્વીકારવામાં આવશે. અને કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાની ઉમ્મતના તે લોકોને જેમનો હિસાબ નહીં લેવામાં આવે, તેમને જન્નતના જમણા દરવાજેથી દાખલ કરો, જ્યારે કે તેઓ અન્ય લોકો સાથે બીજા દ્વાર માંથી પણ પ્રવેશ કરી શકે છે. ફરી નબી ﷺએ કહ્યું: કસમ છે તે હસ્તીની જેના હાથમાં મારા પ્રાણ છે, જન્નતના બંને દરવાજા દરમિયાન એટલું અંતર છે જેટલું મક્કાહ અને સનઆઅ જે યમનમાં છે તેટલું અંતર હશે, અથવા જેટલું મક્કાહ અને બસરા જે શામમાં છે, જે હવારિનનું શહેર છે, તેટલું અંતર હશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ફ્રેન્ચ રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજીજી, કે તેમણે દાવતને સ્વીકાર કરી અને સહાબા સાથે ખાવાનું ખાધું.
  2. આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દરેક લોકો પર પ્રાથમિકતા આપવામાં આવી છે.
  3. ઈમામ કાઝી ઇયાઝ રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું છે: સરદાર તે વ્યક્તિને કહેવામાં આવે છે, જે પોતાની કોમની આગળ હોય અને તેમની પરેશાનીમાં તેમની સાથે હોય, અને નબી ﷺ દુનિયા અને આખિરત બંનેમાં લોકોના સરદાર છે, અહીંયા ખાસ કરીને કયામતનું વર્ણન કર્યું; કારણકે તે દિવસ મોટો હોવાના કારણે દરેક તેમની સરદારી સ્વીકારશે, તેથી આદમ અને તેમની સમગ્ર સંતાન તેમના ધ્વજની નીચે હશે.
  4. અલ્લાહ તઆલાએ સૌ પ્રથમ આદમ અલૈહિસ્ સલામને સવાલ કરવાની વાત તેમના દિલમાં નાખી કે લોકો પહેલા આદમને સવાલ કરશે ફરી અન્ય લોકોને, અને નબી ﷺને પ્રત્યક્ષ સવાલ કરવાની વાત કેમ ન નાખી, કારણકે તેના દ્વારા તેમની મહત્ત્વતા સ્પસ્ટ કરવી છે, અને તે ઉચ્ચ અને પૂર્ણ દરજ્જાવાળા છે.
  5. જે વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસે કઈ માંગે, તો તેના માટે જાઈઝ છે કે તે જેની પાસે માંગી રહ્યો છે, તેના સારા સારા ગુણ વર્ણન કરી શરૂઆત કરે, કારણકે તેના દ્વારા જવાબ મળવાની શક્યતા વધી જાય છે.
  6. જે વ્યક્તિ પાસે કોઈ એવી વસ્તુનો સવાલ કરવામાં આવે, જેના વિષે તે લાયક ન હોય, અને તે તેના માટે જાઈઝ છે કે તે માફી માંગે અને એવા વ્યક્તિ તરફ માર્ગદર્શન આપે જેના વિષે તેને ખ્યાલ હોય કે તે માંગ પૂરી કરી શકશે.
  7. આ હદીષમાં કયામતના દિવસની ભયાનકતા અને અલ્લાહ સમક્ષ ઊભા રહેવાની કઠિનતાનું વર્ણન કરવામાં આવ્યું.
  8. પયગંબરોની આજીજીનું વર્ણન કે તેઓ પોતાના ભૂતકાળમાં જે થયું તેને યાદ કરશે, અને સમજશે કે તેઓ અલ્લાહ સમક્ષ ઊભા રહેવા માટે સંપૂર્ણ ગુણવત્તા ધરાવતા નથી.
  9. કયામતના દિવસે મહાન ભલામણનો પુરાવો, જે સમગ્ર સર્જન વચ્ચે તેમની બાબતોનું સમાધાન કરવાના હેતુ માટે છે.
  10. આ હદીષ દ્વારા નબી ﷺના વસીલા અને મકામે મહમૂદ (ઉચ્ચ સ્થાન) સાબિત થાય છે.
  11. અલ્લાહ તઆલાના વખાણ કરવાના સ્વરૂપો ઘણા છે, એટલા માટે જ અલ્લાહ તઆલા પોતાના પયગંબરને પોતાના વખાણ કરવાના કેટલાક સ્વરૂપો શિખવાડશે, જે પહેલા કોઈને પણ શીખવવામાં આવ્યા ન હતા.
  12. આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે મોહમ્મદ ﷺની ઉમ્મત સૌથી શ્રેષ્ઠ ઉમ્મત છે, કે તેમને જન્નતમાં દાખલ થવાની વિશેષતા, કે જેમની પાસે કોઈ હિસાબ લેવામાં નહીં આવે, તે એક ખાસ દ્વાર માંથી પ્રવેશશે, અને અન્ય લોકો સાથે બીજા દ્વારમાં પણ ભાગીદારી રાખશે.
વધુ