عَنْ صُهَيْبٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا دَخَلَ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ، قَالَ: يَقُولُ اللهُ تَبَارَكَ وَتَعَالَى: تُرِيدُونَ شَيْئًا أَزِيدُكُمْ؟ فَيَقُولُونَ: أَلَمْ تُبَيِّضْ وُجُوهَنَا؟ أَلَمْ تُدْخِلْنَا الْجَنَّةَ، وَتُنَجِّنَا مِنَ النَّارِ؟ قَالَ: فَيَكْشِفُ الْحِجَابَ، فَمَا أُعْطُوا شَيْئًا أَحَبَّ إِلَيْهِمْ مِنَ النَّظَرِ إِلَى رَبِّهِمْ عَزَّ وَجَلَّ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 181]
المزيــد ...
સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી? જન્નતી લોકો કહેશે: શું તમે અમારા ચહેરા પ્રકાશિત નથી કર્યા? તે અમને જન્નતમાં દાખલ નથી કર્યા? અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે, તો તેમને કોઈ એવી વસ્તુ આપવામાં આવી નથી હોય, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 181]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે જન્નતી લોકો જન્નતમાં પ્રવેશશે, તો અલ્લાહ તઆલા તેમને કહેશે:
શું તમારી વધુ ઈચ્છા ખરી? જે હું તમને આપું?
દરેક જન્નતી લોકો કહેશે: તે અમારા ચહેરાઓને પ્રકાશિત ન કર્યા? તે અમને જન્નતમાં પ્રવેશ ન આપ્યો, અને જહન્નમથી છુટકારો ન આપ્યો?
અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે અને બુલંદ થશે; અને તે પરદો સંપૂર્ણ પ્રકાશિત હશે, તો એમને કોઈ એવી વસ્તુ આપવામાં નથી આવી, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય.