+ -

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ أَهْوَنَ أَهْلِ النَّارِ عَذَابًا مَنْ لَهُ نَعْلَانِ وَشِرَاكَانِ مِنْ نَارٍ، يَغْلِي مِنْهُمَا دِمَاغُهُ كَمَا يَغْلِ الْمِرْجَلُ، مَا يَرَى أَنَّ أَحَدًا أَشَدُّ مِنْهُ عَذَابًا، وَإِنَّهُ لَأَهْوَنُهُمْ عَذَابًا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 213]
المزيــد ...

નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કયામતના દિવસે, જે વ્યક્તિને સૌથી નાનો અઝાબ આપવામાં આવશે તે એ કે તેને આગના ચપ્પલ પહેરાવવામાં આવશે, જેનાથી તેનું દિમાગ ઉકળવા લાગશે, જે રીતે એક દેગચી ઊકળે છે, તે એવું સમજશે કે સૌથી મોટો અઝાબ તેને આપવામાં આવી રહ્યો છે, વાસ્તવમાં તે સૌથી નાનો અઝાબ હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 213]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કયામતના દિવસે જેને સૌથી નાનો અઝાબ આપવામાં આવશે તેને બે ચપ્પલ પહેરાવવામાં આવશે, જેના ગરમીના કારણે તેનું દિમાગ ઉકળવા લાગશે, જેવી રીતે એક તાંબાનું વાસણ ઊકળે છે, તેને લાગશે કે સૌથી મોટો અઝાબ ફક્ત તેને જ આપવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તે સૌથી કઠિન અઝાબ હશે, જે શારીરિક અને આંતરિક બંને છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અવજ્ઞાકારી અને કાફિરોને જહન્નમના અઝાબની ચેતવણી; જે વસ્તુ તેની તરફ લઇ જાય તેનાથી દૂર રહેવું જોઈએ.
  2. જહન્નમમાં દાખલ થનાર લોકોના અઝાબ પણ તેમના કાર્યો પ્રમાણે અલગ અલગ હશે.
  3. જહન્નમના અઝાબની ભયાનકતાનું વર્ણન, અલ્લાહ આપણને તેનાથી સલામત રાખે. આમીન
વધુ